• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ ચાંદી, ક્રૂડ તેલમાં સુધારોઃ કોટન-ખાંડીમાં બેતરફી વધઘટ

મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.23,445 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 55433.63 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ

by P C KAPADIA
November 29, 2023
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.25,650.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.21 સુધરી રૂ.62,406ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે સોનાનો ફેબ્રુઆરી-24 વાયદો રૂ.28 ઘટી રૂ.62,694 બોલાતો હતો. ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.201ની વૃદ્ધિ સાથે રૂ.75,500ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.83 સુધરી રૂ.6,496 થયો હતો. આ સામે કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.780 ઘટી રૂ.56,600 થયો હતો. કોટન-ખાંડીનો જાન્યુઆરી-24 વાયદો રૂ.160 વધી રૂ.57,320ના ભાવ બોલાતા હતા.

મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 9,14,128 સોદાઓમાં કુલ રૂ.78,900.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.23,444.83 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 55433.63 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,72,307 સોદાઓમાં રૂ.18,242.21 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,619ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,423 અને નીચામાં રૂ.61,485 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.845 વધી રૂ.62,385ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.232 વધી રૂ.49,732 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.6,085ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.852 વધી રૂ.62,409ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,806ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,436 અને નીચામાં રૂ.74,422 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.493 વધી રૂ.75,299 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.257 વધી રૂ.75,069 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.464 વધી રૂ.75,144 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,215 સોદાઓમાં રૂ.1,131.74 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.712.10ના ભાવે ખૂલી, રૂ.4.75 વધી રૂ.717.50 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.200.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.201.10 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.186.15 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.0.90 ઘટી રૂ.225.70 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,10,544 સોદાઓમાં રૂ.4,056.55 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,269ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,432 અને નીચામાં રૂ.6,238 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.146 વધી રૂ.6,413 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.143 વધી રૂ.6,416 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.248ના ભાવે ખૂલી, રૂ.1.70 ઘટી રૂ.243 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 1.9 ઘટી 243.4 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ.14.33 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,578ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,578 અને નીચામાં રૂ.1,578 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.40 વધી રૂ.1,578 થયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,380 અને નીચામાં રૂ.57,380 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.2,020 વધી રૂ.57,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 વધી રૂ.914.70 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.8,541.63 કરોડનાં 13,772.985 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.9,700.58 કરોડનાં 1,275.969 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,410.70 કરોડનાં 2,226,440 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,645.85 કરોડનાં 107,838,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.156.75 કરોડનાં 7,723 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.46.02 કરોડનાં 2,462 ટન તાંબાના વાયદાઓમાં રૂ.650.72 કરોડનાં 9,048 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.278.25 કરોડનાં 12,273 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.04 કરોડનાં 1,056 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.26 કરોડનાં 89.28 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,140.473 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,045.589 ટન, તાંબાના વાયદાઓમાં 14,530.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 20,161 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,245 ટન તથા જસત અને જસત-મિનીમાં 18,819 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,328,880 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 70,810,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,880 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 519.84 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.22.27 કરોડનાં 272 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 304 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 16,329 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,475 અને નીચામાં 16,293 બોલાઈ, 182 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 144 પોઈન્ટ વધી 16,460 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ. 55433.63 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 3331.26 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1225.24 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 44294.08 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 6566.34 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 1566.06 કરોડનું થયું હતું.

મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.224.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.297 અને નીચામાં રૂ.207.80 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.68.30 વધી રૂ.286 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.250 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.80 ખૂલી, ઉપરમાં રૂ.15.85 અને નીચામાં રૂ.11.90 રહી, અંતે રૂ.0.65 ઘટી રૂ.12.50 થયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.874.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,478.50 અને નીચામાં રૂ.824 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.589.50 વધી રૂ.1,416.50 થયો હતો, જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.555.50 ખૂલી, ઊપરમાં રૂ.1,041.50 અને નીચામાં રૂ.519 રહી, અંતે રૂ.443.50 વધી રૂ.967 થયો હતો.

ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3,320ના ભાવે ખૂલી, રૂ.443 વધી રૂ.3,848.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,300ના ભાવે ખૂલી, રૂ.244 વધી રૂ.1,536.50 થયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.92 વધી રૂ.10.91 જસત ડિસેમ્બર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.6.30 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.258ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.275 અને નીચામાં રૂ.174 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.80.20 ઘટી રૂ.181.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.40 ખૂલી, ઉપરમાં રૂ.14.30 અને નીચામાં રૂ.10.60 રહી, અંતે રૂ.0.70 વધી રૂ.13.45 થયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.875ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.936 અને નીચામાં રૂ.700 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.177.50 ઘટી રૂ.735.50 થયો હતો, જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.335 ખૂલી, ઊપરમાં રૂ.378 અને નીચામાં રૂ.277.50 રહી, અંતે રૂ.64.50 ઘટી રૂ.296.50 થયો હતો.

ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,936ના ભાવે ખૂલી, રૂ.46 ઘટી રૂ.1,865 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,950ના ભાવે ખૂલી, રૂ.49.50 ઘટી રૂ.1,939 થયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.710 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.56 ઘટી રૂ.4.44 થયો હતો.

Tags: ComoditiesCottonCrude OilGoldMCXSilverએમસીએક્સકોટનકોમોડિટીઝક્રુડ ઓઇલચાંદીસોનુ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
છેલ્લા શ્વાસ સુધી પત્રકારત્વ કરનાર શતાયુ દામુભાઈ ઠક્કરનું નિધન

છેલ્લા શ્વાસ સુધી પત્રકારત્વ કરનાર શતાયુ દામુભાઈ ઠક્કરનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com