• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Saturday, July 18, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલઃ ક્રૂડ તેલના ભાવમાં સેંકડા ઘટ્યા

by P C KAPADIA
April 28, 2023
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટન-ખાંડી વાયદામાં ઢીલાશઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,208 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9015 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,12,053 સોદાઓમાં કુલ રૂ.16,240.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,208.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9015.2 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,971 સોદાઓમાં રૂ.4,722.13 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,260 અને નીચામાં રૂ.60,070ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.326 વધી રૂ.60,219ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.137 વધી રૂ.48,549 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.5,997ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.308 વધી રૂ.60,157ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,213ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,524 અને નીચામાં રૂ.74,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.671 વધી રૂ.74,490ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.690 વધી રૂ.74,408 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.713 વધી રૂ.74,481 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,223 સોદાઓમાં રૂ.1,281.96 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.728.80ના ભાવે ખૂલી, રૂ.5.60 ઘટી રૂ.732.20 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.206.80 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.232ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.205.55 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.182.30 જસત-મિની મે વાયદો રૂ.2.95 ઘટી રૂ.233.45 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 32,569 સોદાઓમાં રૂ.1,197.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,169ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,175 અને નીચામાં રૂ.6,091ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.133 ઘટી રૂ.6,102 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.128 ઘટી રૂ.6,105 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.190ના ભાવે ખૂલી, રૂ.1.60 વધી રૂ.190.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.5 વધી 190.4 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.6.53 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,200 અને નીચામાં રૂ.61,200ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.61,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.60 વધી રૂ.964.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,157.89 કરોડનાં 3,585.424 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,564.24 કરોડનાં 340.818 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.546.85 કરોડનાં 8,95,140 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.650.61 કરોડનાં 3,41,07,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.177.21 કરોડનાં 8,619 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.84 કરોડનાં 1,691 ટન તાંબાના વાયદાઓમાં રૂ.725.01 કરોડનાં 9,858 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.348.90 કરોડનાં 14,908 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.50 કરોડનાં 720 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.03 કરોડનાં 20.88 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,898.076 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 900.466 ટન, તાંબાના વાયદાઓમાં 15,735 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 19,314 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,907 ટન તથા જસત અને જસત-મિનીમાં 25,410 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 12,78,030 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,85,57,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 15,744 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 295.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.17.55 કરોડનાં 214 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 338 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,395 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,425 અને નીચામાં 16,380 બોલાઈ, 45 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 93 પોઈન્ટ વધી 16,419 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 9015.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 999.61 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 205.28 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 6921.85 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 888.27 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 209.86 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.198 અને નીચામાં રૂ.172.10ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.64.20 ઘટી રૂ.178.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.05 ખૂલી, ઉપરમાં રૂ.9.75 અને નીચામાં રૂ.8.80 રહી, અંતે રૂ.0.45 વધી રૂ.9.50 થયો હતો.
સોનું મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.470ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.511 અને નીચામાં રૂ.449ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.92.50 વધી રૂ.497.50 થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્રે0ેક્ટ 10 ગ્રામદીઠ રૂ.440 ખૂલી, ઊપરમાં રૂ.510 અને નીચામાં રૂ.440 રહી, અંતે રૂ.126 વધી રૂ.501 થયો હતો.
ચાંદી જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,600.50ના ભાવે ખૂલી, રૂ.461 વધી રૂ.2,947 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,529ના ભાવે ખૂલી, રૂ.363.50 વધી રૂ.2,767 થયો હતો. તાંબુ મે રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.25 વધી રૂ.17 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.185ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.230.40 અને નીચામાં રૂ.185ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61.60 વધી રૂ.224.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ખૂલી, ઉપરમાં રૂ.14.50 અને નીચામાં રૂ.12.80 રહી, અંતે રૂ.0.70 ઘટી રૂ.13.70 થયો હતો.
સોનું મે રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.332.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.352 અને નીચામાં રૂ.310ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 ઘટી રૂ.322 થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.312 ખૂલી, ઊપરમાં રૂ.343 અને નીચામાં રૂ.312 રહી, અંતે રૂ.66 ઘટી રૂ.327 થયો હતો.
ચાંદી જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.650ના ભાવે ખૂલી, રૂ.28 ઘટી રૂ.652.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,200ના ભાવે ખૂલી, રૂ.292.50 ઘટી રૂ.2,128.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

દેશ-દુનિયામાં ચાર લાખ સ્થળે મન કી બાતનું પ્રસારણ કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com