• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.387 અને ચાંદીના વાયદામાં રૂ.2,538નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

કોટન-ખાંડી વાયદામાં રૂ.150ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.73ની વૃદ્ધિ

by P C KAPADIA
January 12, 2025
in Corporate
0
એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.697નો ઉછાળોઃ સોનામાં રૂ.212 અને ક્રૂડ તેલમાં રૂ.50ની તેજી
Share on FacebookShare on Twitter
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,37,747 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 1152236.37 કરોડનું ટર્નઓવર
બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 121,81,953 સોદાઓમાં કુલ રૂ.12,89,994.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,37,746.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 1152236.37 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,18,478 સોદાઓમાં રૂ.75,629.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.77,946ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,254 અને નીચામાં રૂ.76,563 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.387ના ઉછાળા સાથે રૂ.78,104ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.270 વધી રૂ.62,881 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.7,747ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.384ના ઉછાળા સાથે રૂ.78,068ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.89,398ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92,300 અને નીચામાં રૂ.88,737 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,538ના ઉછાળા સાથે રૂ.91,711 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,484ની તેજી સાથે રૂ.91,693 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,472ની વૃદ્ધિ સાથે રૂ.91,696 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,07,233 સોદાઓમાં રૂ.15,072.76 કરોડના વેપાર થયા હતા. તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.794.15ના ભાવે ખૂલી, રૂ.30.15 વધી રૂ.825 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.10 વધી રૂ.242.40 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.176ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.60 ઘટી રૂ.272ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.85 વધી રૂ.242.60 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.00 ઘટી રૂ.177.20 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.4.65 ઘટી રૂ.272.10 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 10,36,010 સોદાઓમાં રૂ.47,023.27 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,309ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,469 અને નીચામાં રૂ.6,245 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.73 વધી રૂ.6,372 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.75 વધી રૂ.6,372 બંધ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.319ના ભાવે ખૂલી, રૂ.7.40 વધી રૂ.326 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 7.5 વધી 325.8 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.21.52 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,340ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,950 અને નીચામાં રૂ.54,150 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.150 વધી રૂ.54,590ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.10 વધી રૂ.947.90 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.37,488.64 કરોડનાં 48,285.264 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.38,140.59 કરોડનાં 4,191.805 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,945.64 કરોડનાં 1,25,08,510 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.39,077.63 કરોડનાં 1,28,32,21,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,317.74 કરોડનાં 54,960 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.410.98 કરોડનાં 23,174 ટન તાંબાના વાયદાઓમાં રૂ.9,392.50 કરોડનાં 1,15,298 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,951.54 કરોડનાં 1,44,858 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.9.13 કરોડનાં 6,672 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.12.39 કરોડનાં 130.68 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,976.687 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,121.361 ટન, તાંબાના વાયદાઓમાં 19,785.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 22,757 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 8,192 ટન તથા જસત અને જસત-મિનીમાં 25,048 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 14,84,970 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,27,59,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 20,544 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 187.56 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.11.52 કરોડનાં 122 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 53 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18,871 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,050 અને નીચામાં 18,657 બોલાઈ, 393 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 186 પોઈન્ટ વધી 19,016 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 1152236.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 125239.92 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 16098.53 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 865091.42 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 131195.04 કરોડનાં કામકાજ થયાં હતાં.

Tags: ComodityCottoCotton FuturesCrudeGoldMCXSilverએમસીએક્સકૉટન ફ્યુચર્સકોમોડિટીક્રુડચાંદીસોનુ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એનસીસી ડીટીઈ મહારાષ્ટ્રના એડીજીને વીએસએમ એનાયત

એનસીસી ડીટીઈ મહારાષ્ટ્રના એડીજીને વીએસએમ એનાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com