પખવાડિયા દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,753 અને ચાંદીમાં રૂ.2,013નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.330ની તેજીઃ કપાસ, કોટનમાં સુધારોઃ મેન્થા તેલ અને રબરમાં નરમાઈઃ બુલડેક્સ વાયદામાં 821 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 1184 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 674 પોઈન્ટની મૂવમેન્ટ
પખવાડિક માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 15 ફેબ્રુઆરીના પખવાડિયા દરમિયાન 5,394,002 સોદાઓમાં કુલ રૂ.449,610.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 821 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 1184 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 674 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
દરમિયાન, સમીક્ષા હેઠળના પખવાડિયાના અંતે એટલે કે 15 ફેબ્રુઆરીને મંગળવારે એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.35,812.92 કરોડનું રેકોર્ડ દૈનિક નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.33,933.56 કરોડ, નેચરલ ગેસના ઓપ્શન્સમાં રૂ.1,016.98 કરોડ, સોનામાં રૂ.855.70 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીમાં રૂ.419.33 કરોડ અને બિનલોહ ધાતુઓના ઓપ્શન્સમાં રૂ.1.99 કરોડનાં ગણનાપાત્ર કામકાજ થયાં હતાં. કામકાજના આ આંકડા પરથી માલૂમ થાય છે કે કોમોડિટી વાયદાની માફક હવે કોમોડિટી ઓપ્શન્સ પણ ટ્રેડરોનું મનપસંદ ડેરિવેટિવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટ બની રહ્યું છે.
સમીક્ષા હેઠળના પખવાડિયા દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,788,813 સોદાઓમાં કુલ રૂ.95,399.35 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ પખવાડિયાના પ્રારંભે રૂ.47,677ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,325 અને નીચામાં રૂ.47,555ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.1,753ના ઉછાળા સાથે રૂ.49,385ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,098 ઊછળી રૂ.39,383 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.128 વધી રૂ.4,895ના ભાવે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ પખવાડિયાના પ્રારંભે રૂ.61,101ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,600 અને નીચામાં રૂ.59,951ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.2013ના ઉછાળા સાથે રૂ.62,989ના સ્તરેના મથાળે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1856 વધી રૂ.63,174 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,860 વધી રૂ.63,176ના મથાળે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 1,154,260 સોદાઓમાં કુલ રૂ.90,407.90 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો પખવાડિયાના પ્રારંભે રૂ.6,575ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,190 અને નીચામાં રૂ.6,478ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે 1 બેરલદીઠ રૂ.330ના ઉછાળા સાથે રૂ.6,891 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.44.40 ઘટી રૂ.319.90ના મથાળે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,095 સોદાઓમાં રૂ.2,145.79 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,055ના મથાળે બંધ થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,740ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.38,630 અને નીચામાં રૂ.36,950ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.680ના ઉછાળા સાથે રૂ.38,060ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,350ના ભાવે ખૂલી, રૂ.886ની નરમાઈ સાથે રૂ.16231ના મથાળે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.30 ઘટી રૂ.961.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 257,773 સોદાઓમાં રૂ.39,315.24 કરોડનાં 80,911.313 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,531,040 સોદાઓમાં કુલ રૂ.56,084.11 કરોડનાં 8,994.065 ટનના વેપાર થયા હતા.
કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 15,858 સોદાઓમાં રૂ.2,098.74 કરોડનાં 553875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,115 સોદાઓમાં રૂ.42.70 કરોડનાં 441.36 ટન, રબરના વાયદાઓમાં 89 સોદાઓમાં રૂ.1.56 કરોડનાં 93 ટનના વેપાર થયા હતા.
ઓપ્શન્સની વાત કરીએ તો, પખવાડિયા દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 2074065 સોદાઓમાં રૂ.194,358.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,693.81 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,562.10 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.181,284.54 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,777.15 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પખવાડિયા દરમિયાન 49327 સોદાઓમાં રૂ.4,495.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 17,588 સોદાઓમાં રૂ.1,396.68 કરોડનાં 19,664 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 25,986 સોદાઓમાં રૂ.2,585.33 કરોડનાં 27,873 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 5,753 સોદાઓમાં રૂ.513.20 કરોડનાં 5,982 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પખવાડિયાના અંતે બુલડેક્સ વાયદામાં 852 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,102 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 133 લોટ્સના સ્તરે રહ્યો હતો.
એનર્જી ઈન્ડેક્સનો માર્ચ વાયદો 6,851ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,207 અને નીચામાં 6,533ના સ્તરને સ્પર્શી, 674 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 66 પોઈન્ટ ઘટી 6,753ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 13,970ના સ્તરે ખૂલી, 821 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 449 પોઈન્ટ વધી 14,422ના સ્તરે અને મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 17,972ના સ્તરે ખૂલી, 1184 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 692 પોઈન્ટ વધી 18661ના સ્તરે પહોંચ્યો હતો.
– નૈમિષ ત્રિવેદી
Comments 3