જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના મીરા ભાયંદર વિભાગની કાર્યકારિણીની ઘોષણા

જે.એમ.યુ. દ્વારા પત્રકારોના વિકાસ માટે સંઘર્ષ કરવાનો સંકલ્પ  મીરા રોડ, જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા રવિવાર 20 જૂન 2021ના રોનક હોટેલ, મીરા રોડ ખાતે સંસ્થા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. બેઠકમાં મીરા-ભાયંદર નગર વિભાગની કાર્યકારી પદાધિકારીની ઘોષણા અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી નારાયણ પાંચાલે મીરા-ભાયંદર મનપા યુનિટની ઘોષણા કરવામાં આવી જેમાં વિજય મોરેને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી તો સેક્રેટરી પદ પર નીલેશ ફાપાલે, ઉપધ્યક્ષ સીમા ગુપ્તા, સંગઠન પ્રમોદ દેઠે, કાનૂની સલાહકાર રોહિત આસલે ઍડ. નામદેવ કાશિદ, ખજાનચી દિલીપ પટેલ અને પ્રદેશ કાર્યકારિણી સભ્ય રાજેશ જાધવની આ અવસરે નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ નારાયણ પાંચાલે કહ્યું કે, કોરોના કાળમાં પત્રકારોએ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી, પરંતુ પ્રશાસનની પત્રકારો અંગે સકારાત્મક ભૂમિકા જોવા મળી નહીં. અને આ અંગે અનેક પત્રકારોએ ફરિયાદ કરી તો અનેક પત્રકારોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આ અવસરે પત્રકારોના વિકાસ માટે લડવાનો નિર્ણય અમે લીધો છે. આ બેઠકમાં પત્રકારો માટે ઘર યોજના અને પ્રેસ ક્લબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સ્થાનિકસમાચાર પત્રો વ્યવસ્થિતપણે અને નિર્વિઘ્ને પ્રકાશિત થતા રહે એ માટે સરકારી જાહેરાત કેવી રીતે મળે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવનિર્વાચિત અધ્યક્ષ વિજય મોરેએ તેમની નિયુક્તિ અંગે જણાવ્યું કે સંગઠન સાથીઓના સહકાર વડે મજબૂત બને છે અને તેમને પૂરી આશા છે કે તમામ નવનિર્વાચિત સભ્ય પત્રકારોના હિતોની રક્ષા માટે જેએમયુના સૂચનોનું પાલન કરવાની સાથે શહેરમાં એક ઉદાહરણ પૂરૂં પાડશે. આ અવસરે સાપ્તાહિક સમાચાર પત્રોના સંપાદકોની સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read moreDetails

મહિલાની છેતરપીંડી કરી હોવાના આક્ષેપો પર સંજય રાઉત વિરૂદ્ધ તપાસ કરવાનો પોલીસ કમિશનરને હાઇકોર્ટનો આદેશ

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતના કહેવાથી અમુક પુરુષોએ મારપીટ અને છેતરપીંડી કરી હોવાનો 36 વર્ષીય મહિલાના આક્ષેપ અંગે તપાસ કરવાનો આદેશ...

Read moreDetails

ટીઆરપી ગોટાળા મામલે અર્નબ ગોસ્વામી આરોપી : મુંબઈ પોલીસે ચાર્જશીટ દાખલ કરી

ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી) ગોટાળા મામલે મુંબઈ પોલીસે મંગળવારે રિપબ્લિકન ટીવીના ચીફ એડિટર અર્નબ ગસ્વામી વિરૂદ્ધ બીજી ચાર્જશીટ દાખલ કરી...

Read moreDetails

દહાણુમાં ફટાકડા ફેકટરીમાં જોરદાર વિસ્ફોટ : પાંચની હાલત ગંભીર

દહાણું તાલુકામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. ગુરુવારે સવારે કારખાનામાં જોરદાર વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આ...

Read moreDetails

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની એનઆઈએએ કરી ધરપકડ

મનસુખ હિરેન હત્યા મામલે એનઆઈએએ ગુરુવારે સવારે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની તેમના અંધેરીના ઘરે દરોડો પાડ્યા બાદ બપોરે ધરપકડ કરી...

Read moreDetails

નાલાસોપારામા બિહારની ઘોડાસન ગેંગના ૧૦ની અટક એક ફરાર

દુકાનની સામે ભીખારી તરીકે રેકી, કર્યા બાદ  લૂંટ કરતી ગેંગ મીરા ભાઈંદર, વસઈ વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઇમ બ્રાંન્ચ યુનિટ ૩...

Read moreDetails

સેનાભવન પાસે ભાજપ-શિવસેનાના કાર્યકર્તાઓ બાખડ્યા

રામ મંદિર મામલે શિવસેનાએ કરેલી ટીકાને કારણે શિવસેના ભવન પાસે બંને પક્ષોના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. બંને પક્ષના કાર્યકર્તાઓ રસ્તા પર...

Read moreDetails

મહાપાલિકાના ફ્રન્ટલાઇન વૉરિયર્સનું કરાયું સન્માન

મુંબઈ કોંગ્રેસ અને ઉત્તર-પશ્ચિમ જિલ્લા અધ્યક્ષ યુવા નેતા સુફિયાન મોહસીન હૈદર દ્વારા કોરોનાના કપરા કાળમાં પોતાનો જીવ જોખમમાં મુકી મુંબઈગરાની...

Read moreDetails

કુખ્યાત ડોન ફહીમ મચમચના નામે મુંબઇના ઉદ્યોગપતિ પાસેથી ૫૦ લાખની ખંડણી માંગી

મુંબઇના એક મોટા ઉદ્યોગપતિને ખંડણી માટે અન્ડરવર્લ્ડ ગેંગસ્ટર કુખ્યાત ડોન ફહીમ મચમચના નામે કોલ કરીને ધમકી આપવામા આવી છે. ફહિમ...

Read moreDetails

ઘાટકોપરમાં હાઉસિંગ કૉમ્પ્લેક્ષમાં આવેલા જૂના કૂવાનો સ્લેબ તૂટતા કારની કુવામાં જળ સમાધિ

ઘાટકોપર પશ્ચિમમાં ખાનગી હાઉસિંગ કૉમ્પ્લેક્ષમાં આવેલા કુવાનો સિમેન્ટ કોન્ક્રીટનો સ્લેબ તૂટી પડતાં ફોર વ્હીલરે કુવામાં જળ સમાધિ લીધી હતી. આ...

Read moreDetails
Page 12 of 13 1 … 11 12 13