દુકાનની સામે ભીખારી તરીકે રેકી, કર્યા બાદ લૂંટ કરતી ગેંગ
મીરા ભાઈંદર, વસઈ વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઇમ બ્રાંન્ચ યુનિટ ૩ ને તુલિંજ પોલિસે સોમવારે રાત્રે (૧૪જૂને) એક છટકું ગોઠવ્યું હતું અને આંતરરાજ્ય ચોરી અને લૂંટ માટે કુખ્યાત ઘોડાસન ગેંગના ૧૦ આરોપીની અટક કરી છે. તો એક ફરાર છે. આ ટોળકી એક ભિખારીની વેશમાં દુકાનની બહાર રેકી કરતો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ લૂંટ ચલાવવામાં આવી હતી
પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ એક છુપી બાતમીદારની મદદથી નાલાસોપારાના સંતોષ ભુવન વિસ્તારમાં પેટ્રોલ પમ્પ લૂંટવાની યોજના બનાવી રહી હતી. આ માહિતીના આધારે પોલીસે સોમવારે (૧૪ જૂન) રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ ગેંગની અટક કરી હતી. પોલીસે તેમની પાસેથી મરચાનો પાઉડર, કોયતા અને અન્ય સામ્રગી જપ્ત કરવામા આવ્યા છે. પરંતુ એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો
આ ગેંગ આખા ભારતમાં ફેલાઈ ગઈ છે. આ ગેંગ મોટી મોબાઈલ શોપ, શોરૂમ અને પેટ્રોલ પમ્પ પર શિકાર કરતી હતી. તેમાંથી એક-બે દુકાનની સામે ચાદર લઈ જતા અને ભીખારીના વેશમાં રેકી કરતા. તે પછી, તેઓ સમયના આધારે લૂંટ ચલાવતા હતા. લૂંટમાં જમા કરેલ માલ નેપાળમાં વેચતા હતા.. પોલીસને તેમાં નેપાળી ઓળખકાર્ડ સાથે એક ઇસમ પણ મળી આવ્યો છે. આ ગેંગે દિલ્હી, હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચોરી અને લૂંટ ચલાવી છે. તેણે મુંબઈ, પુણે અને થાણેમાં પણ અનેક ચોરીઓ કરી હોવાનું જાણવા મળે છે.