લોકસભાની ચૂંટણી માટે જાતિ આધારિત વસતિ ગણતરીને રાહુલ ગાંધીએ મુખ્ય મુદ્દો બનાવ્યો છે. આ અંગે કૉંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ કેમ્પેન ચલાવાઈ રહ્યું છે… ગિને નહીં જાઓગે તો સૂને નહીં જાઓગે. તો બીજી બાજુ કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન આનંદ શર્મા રાહુલ ગાંધીના જાતિ આધારિત જનગણના અંગેના વિચારોથી જરાય સહમત નથી.
આનંદ શર્માનું માનવું છે કે જાતિ આધારિત વસતિ ગણતરી કંઈ બેરોજગારી અને પ્રચલિત અસમાનતા દૂર કરવાનો રામબાણ ઇલાજ નથી. એ સાથે આનંદ શર્માએ જણાવ્યું કે આ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય છે જેના દૂરગામી રાષ્ટ્રીય પરિણામ આવી શકે છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને લખેલાં પત્રમાં આનંદ શર્માએ રૈહુલ ગાંધીના જાતિ આધારિત વસતિ ગણતરીની ટીકા કરી છે. તેમણેઁ કહ્યું કે, પાર્ટીનું હાલના વલણને કારણ અગાઉની કૉંગ્રેસની સરકાર પર આક્ષઙેપો અને ટીકાની ઝડી વરસી શકે છે. એટલું જ નહીં, કૉંગ્રેસના રાજકીય વિરોધીઓને પક્ષ પર કીચડ ઉછાળવાનો મોકો પૂરો પાડશે.
કૉંગ્રેસનૈ જાતિ આધારિત વસતિ ગણતરીની આકરી ટીકા કરતા આનંદ શર્માએ જણાવ્યું કે, હું વિનમ્રતાપૂર્વક જણાઉં છું કે, આ તો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વારસાનું અપમાન કરવા સમાન છે. 1980માં ઇન્દિરા ગાંધીએ નારો આપ્યો હતો, ન જાત પર ન પાત પર, મોહર લગેગી હાથ પર. તો એના એક દાયકા બહાદ 1990માં રાજીવ ગાંધીએ જાતિવાદને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો વિરોધ કર્યો હતો.
આ મુદ્દે મનોમંથન કરવાની જરૂર છે કારણ મોટાભાગના કાર્યકર્તાઓ માટે આ વિષય ચિંતા ઉપજાવે એવો છે. જો સંસદીય અને વિધાનસભા ક્ષેત્રમાં જાતિવાદનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવશે તો પક્ષને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અને કૉંગ્રેસ દેશને વિભાજિત થતો જોઈ શકે નહીં.
આનંદ શર્માએ પત્રમાં લખ્યું હતું કે, એક આંદોલન તરીકે કૉંગ્રેસે હંમેશા રાષ્ટ્રીયતા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર આંતરિક ચર્ચા-વિચારણા કરવાની સાથે સામાજિક મુદ્દાઓ આધારિત નીતિ બનાવવાને પ્રોત્સાહન આપ્યું છે. એ સાથે તેમણે ઉમેર્યું કે, પક્ષની અભિવ્યકત્તિ સંતુલિત હોવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય. છે કે રાહુલ ગાંધી તેમની ન્યાય યાત્રા દરમિયાન સતત જાતિ આધારિત વસતિ ગણતરી અંગે ટિપ્પણી કરતા રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પણ લખ્યું હતું કે, આજકાલ વડા પ્રધાન કહે છે કે દેશમાં માત્ર બે જાતિ છે… અમિર અને ગરીબ. જો કોઈ પછાત નથી, ન કોઈ દલિત અને ન કોઈ આદિવાસી, તો પછી આટલા વરસોથી મોદીજી પોતાને ઓબીસી કેમ કહે છે? એટલે કોઈ આડીઅવળી વાતો નહીં… ગણતરી થશે, સામાજિક અને આર્થિક ન્યાય અપાવવા માટે ગણતરી તો થશે જ. નબળા અને વંચિતોને મુખ્ય ધારામાં લાવવા માટે ગણતરી થશે. તો ભાજપ એના દિવસોની ગણતરી કરે, જાતિ આધારિત વસતિ ગણતરી અમે કરાવશું.
Comments 1