લોકસભાની ચતૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે થઈ રહ્યું છે ત્યારે દેશમાં ઉનાળાની ગરમીના પ્રકોપની સાથે રાજકીય ગરમાટો પણ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પહેલીવાર પાંચ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે થાણે (૨૫) લોકસભાની સીટ પરથી હિન્દુ સમાજ પાર્ટીએ મહારાષ્ટ્ર રાજ્ય સરાફા તેમજ સુવર્ણકાર ફેડરેશનના ઉપાધ્ય્ક્ષ ભંવર મહેતાને ઉમેદવારી સોપતા રાજ્યના જવેલર્સમા ઉત્સાહનુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
થાણે (૨૫) લોકસભા સીટની ચૂંટણી ૨૦ મે ૨૦૨૪ના રાજ્યના છેલ્લા એટલે કે પાંચમા તબક્કામા યોજાવાની છે. મહાયુતિમા શિવસેના શિંદે જૂથ તેમજ ભાજપ વચ્ચે ઉમેદવારીની ફાળવણી અંગે ખેચતાણ ચાલી રહી છે ત્યારે અચાનક હિન્દુ સમાજ પાર્ટીએ ભંવર ખેતમલ મહેતાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી રાજન વિચારેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભંવર કે .મહેતા વરસોથી જવેલર્સનો વ્યવસાય કરે છે. તેમજ મીરા-ભાયંદર જવેલર્સ વેલફેર એસેસિયેશનના તેમજ ભાયંદર પશ્રિમ જવેલર્સ એસોસિયેશનના અધ્યક્ષ છે. ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્ય સરાફા તેમજ સુવર્ણકાર ફેડરેશનના ઉપાધ્ય્ક્ષ (મીરા રોડથી વિરાર) છે. તેઓ ૨૦૦૯માં વિધાનસભાની તેમજ ૨૦૧૪માં મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે.
Comments 1