સુરત ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી બેંગકોક જઈ રહેલી પહેલી ફ્લાઇટને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. જોકે ખરા ન્યુઝ ફ્લાઇટમાં જે બન્યું એણે બધાનું ધ્યાન ખેંચ્યું. ચાર કલાકની આ ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ રહેલા 161 પેસેન્જર્સ લગભગ 1.8 લાખ રૂપિયાનો દારૂ ગટગટાવી ગયા. મજાની વાત એ છૈ કે સુરતીલાલાઓએ એટલો દારુ પીધો કે પ્લેનમાં રહેલી વ્હીસ્કી અને બિયરનો પૂરો સ્ટૉક ખતમ થઈ ગયો.
ફ્લાઇટને મળેલા જબરજસ્ત રિસ્પોન્સથી ઉત્સાહિત ક્રુ મેમ્બર્સે આખરે જાહેર કરવું પડ્યું કે, માફ કરજો… પ્લેનમાં દારુનું એક ટીપું બચ્યું નથી. મળતા અહેવાલ મુજબ સહેલાણીઓએ ફ્લાઇટમાં ડ્રિન્ક્સની સાથે ખમણ, થેપલાની સાથે અન્ય નાસ્તાની મોજ માણી હતી. ફૂલ મૂડમાં આવેલા પ્રવાસીઓને સાચવવામાં ક્રૂ મેમ્બર્સના હાલ-બેહાલ થઈ ગયા. એક યાત્રીએ તો કહ્યું પણ ખરૂં કે ઍર લાઇન્સે અમારા માટે પૂરી તૈયારી સાથે આવવું જોઇતું હતું.
સુરત બેંગકોકની પહેલી સીધી ફ્લાઇટે એક વાત પુરવાર કરી કે ગુજરાતીઓ એક વાર મોજ કરવા નીકળે તો ક્યારેય પાછું વળીને જોતા નથી. પછી એ દરિયા કિનારો હોય,પિકનિક સ્પૉચ હોય કે 35 હજાર ફૂટની ઊંચાઈ પર વિમાનમાં બેઠા હોય.