દિલ્હી શરાબ નીતિ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) નવમું સમન્સ આપવા છતચાં હાજર થયા નહોતા. આને પગલે ઈડી અને દિલ્હી પોલીસની ટીમ કેજરીવાલના શીશપર પહોંચી હતી. એવી આશંકા સેવાઈ રહી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. ધરપકડથી બચવા અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી જે કાઢી નાખવામાં આવી.
અરવિંદ કેજરીવાલે ધરપકડથી બચવા શક્ય એટલા ફાંફાં માર્યા પણ આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે. કટ્ટર ઇમાનદારીનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલની આખરે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ઈડીના અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી કે તુરંત આપના કાર્યકર્તાઓ શીશ મહેલ પહોંચટી ગયા હતા. આને પગલે પોલીસે શીશ મહેલ અને ઈડીની ઑફિસના વિસ્તારમાં 144મી કલમ લાગુ કરી છે.
દરમિયાન, ધરપકડથી બચવા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એમાં સફળતા મળી નહોતી.
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આપના નેતા અને કેબિનેટ પ્રધાન આતિશીએ જણાવ્યું કે કેજરીવાલથી મોદી સરકાર ડરતી હોવાથી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. અને કેજરીવાલ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું નહીં આપે પણ જેલથી સરકાર ચલાવશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન હતા છે અને રહેશે.
Very nice!!!