ભારતીય ખેલ જગતના સર્વોચ્ચ એવોર્ડ ગણાતા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે. આ અંગેની ઘોષણા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ એવોર્ડ હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ તરીકે ઓળખાશે.
મને આ એવોર્ડને મેજર ધ્યાનચંદનું નામ આપવાની માગણી અનેક નાગરિકોએ કરી હતી. તેમની માગણીને ધ્યાનમાં રાખી રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ હવેથી મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ તરીકે ઓળખાશે. જય હિંદ. એમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું.
ખેલરત્ન એવોર્ડની શરૂઆત ૧૯૯૧-૯૨માં થઈ હતી અને પહેલો પુરષ્કાર વિશ્વનાથ આનંદને એનાયત કરાયો હતો. ત્યારબાદ સચિન તેંડુલકર, પી. ગોપીચંદ, અભિનવ બિન્દ્રા, ધનરાજ પિલ્લાઈ, મેરી કોમ, રાણી રામપાલ, અંજુ બેબી જ્યૉર્જ, લિએન્ડર પેસ જેવા દિગ્ગજ ખેલાડીઓને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.