દેવેન્દ્ર ફડણવીસ સરકારે આખરે આજે ખાતાઓની ફાળવણીની જાહેરાત કરી છે. પ્રધાનમંડળના વિસ્તરણના પૂરા એક અઠવાડિયા બાદ ખાતાઓની વહેંચણી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને ફરી એકવાર ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યો છે. જોકે ગૃહ ખાતા માટે આગ્રહ રાખનાર ઉપમુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નગરવિકાસ સહિત ગૃહનિર્માણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નાણાખાતું અજિત પવાર પાસે યથાવત રહ્યું છે.
મહાયુતિ સરકાર 2.0માં ગૃહ ખાતું દેવેન્દ્ર ફડણવીસ પાસે તો નાણા વિભાગ અજિત પવાર પાસે રહેશે એ વાત નિશ્ચિત હોવાથી આ બે ખાતાઓ અંગે ખાસ ઉત્સુકતા નહોતી. મહેસુલ, ગ્રામ વિકાસ, ઉર્જા, જળસંપદા, ગૃહનિર્માણ જોવા પાંચ મોટી ખાતાઓ માટે ભાજપમાં ભારે ખેંચતાણ હતી. આ પાંચ ખાતા માટે ભાજપના સાત જણ સ્પર્ધામાં હતા. પરંતુ એમાંનું ગૃહનિર્માણ ખાતું ઉપમુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ફાળે ગયું છે.
મહેસુલ, ગ્રામ વિકાસ, ઉર્જા, ગૃહનિર્માણ જેવા ખાતા માટે ચંદ્રશેખર બાવનકુળે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરીશ મહાજન, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પંકજા મુંડે અને અતુલ સાવે વચ્ચે સ્પર્ધા હતી. આ સાતમાંથી બાવનકુળે, મહાજન, વિખે-પાટીલ બાજી મારી ગયા. પાંચટ વરસ બાદ સરકારમાં એન્ટ્રી કરતા બાવનકુળેને મહેસુલ ખાતું સોંપવામાં આવ્યું છે. તો ગિરીશ મહાજનને જળસંપદા (વદર્ભ, તાપી, કોકણ વિકાસ) સોંપવામાં આવ્યું છે. તો રાધાકૃષ્ણ વિખે પાટીલને જળસંપદા (ગોદાવરી અને કૃષ્ણા ખોરે વિકાસ મંડળ) વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉર્જા મંત્રાલય ફડણવીસે પોતાની પાસે રાખ્યો છે.
મજાની વાત એ છે કે જે પાંચ મહત્ત્વના ખાતા મટે સ્પર્ધામાં નહોતા એવા જયકુમાર ગોરે બાજી મારી ગયા. તેમને ગ્રામવિકાસ મંત્રાલયનો ભાર સોંપવામાં આવ્યો છે. ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પંકજા મુંડે, અતુલ સાવેને ઓછા મહત્ત્વના ખાતા ફાળવવામાં આવ્યા છે.પાટીલને ઉચ્ચ અને તંત્રશિક્ષણ, શેલારને માહિતી તંત્રજ્ઞાન, પંકજા મુંડેને પર્યાવરણ, અતુલ સાવેને ઓબીસી વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.
જોકે મંત્રીમંડળના પાંચ ચર્ચિત નેતાઓને કયા ખાતા ફાળવવામાં આવશે એના પર બધાની નજર હતી. જેમાં ભરત ગોગાવલે, નિતેશ રાણે, સંજય રાઠોડ, સંજય શિરસાટ અને શિવેન્દ્ર રાજે ભોસલેનો સમાવેશ થાય છે. આ પાંચ પ્રધાનોમાં નિતેશ રાણેને મત્સ્ય અને બંદર, ભરત ગોગાવલેને રોજગાર-ફળોત્પાદન, સંજય શિરસાટને સામાજિક ન્યાય, સંજય રાઠોડને વૉટર કન્ઝર્વેશન તો શિવેન્દ્રરાજે ભોસલેને સાર્વજનિક બાંધકામની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યમાં સંપૂર્ણ ખાતાની ફાળવણીની યાદી
સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય જાળવી રાખ્યું છે. આ સિવાય ફડણવીસે એનર્જી, જસ્ટિસ એન્ડ લો, જનરલ એડમિનિસ્ટ્રેશન, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ સહિતના બિન ફાળવેલ વિભાગો પણ જાળવી રાખ્યા છે.
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે : શહેરી વિકાસ મંત્રાલય ઉપરાંત શિંદેને ગ્રામીણ વિકાસ, આવાસ અને જાહેર બાંધકામ મંત્રાલય પણ મળ્યું છે.
ડેપ્યુટી સીએમ અજિત પવાર : નાણા અને રાજ્ય આબકારી મંત્રાલય
1.ચંદ્રશેખર બાવનકુળે – મહેસૂલ
2.રાધાકૃષ્ણ વિખે પાટીલ – જળ સંરક્ષણ (ગોદાવરી અને કૃષ્ણા બેસિન વિકાસ)
3 હસન મુશ્રીફ – તબીબી સજા
4.ચંદ્રકાંત પાટીલ – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી, સંસદીય બાબતો
5.ગિરીશ મહાજન – જળ સંરક્ષણ (વિદર્ભ), તાપી, કોંકણ) વિકાસ), આપત્તિ વ્યવસ્થાપન
6 ગુલાબરાવ પાટીલ – પાણી પુરવઠો
7 ગણેશ નાઈક – વન
8 દાદાજી ભુસે – શાળાની સજા
9.સંજય રાઠોડ – માટી અને પાણી પરીક્ષણ
- ધનંજય મુંડે – અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા
- મંગલપ્રભાત લોઢા – કૌશલ્ય વિકાસ, રોજગાર, ઉદ્યોગ અને સંશોધન
- ઉદય સામંત – ઉદ્યોગ અને મરાઠી ભાષા
- જયકુમાર રાવલ – માર્કેટિંગ, પ્રોટોકોલ
- પંકજા મુંડે – પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, પશુપાલન
- અતુલ સેવ – OBC વિકાસ, ડેરી વિકાસ, ઉર્જા અને પોષણ મંત્રાલય
- અશોક ઉઇકે – આદિજાતિ વિકાસ મંત્રાલય
- શંભુરાજ દેસાઈ – પ્રવાસન, ખાણકામ અને સ્વતંત્રતા સેનાની કલ્યાણ મંત્રાલય
- આશિષ શેલાર – સૂચના અને ટેકનોલોજી
- દત્તાત્રેય ભરણે – રમતગમત અને લઘુમતી વિકાસ અને એન્ડોમેન્ટ મંત્રાલય
- અદિતિ તટકરે – મહિલા અને બાળ વિકાસ
- શિવેન્દ્રરાજે ભોસલે – લોક નિર્માણ
- માણિકરાવ કોકાટે – ખેતી
- જયકુમાર ગોર – ગ્રામ વિકાસ, પંચાયત રાજ
- નરહરિ જીરવાલ – ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન
- સંજય સાવકરે – કાપડ
- સંજય શિરસાટ – સામાજિક ન્યાય
- પ્રતાપ સરનાઈક – પરિવહન
- ભરત ગોગવાલ – રોજગાર ગેરંટી, બાગાયત
- મકરંદ પાટીલ – રાહત ઔર પુનર્વસ
- નિતેશ રાણે – મત્સ્યોદ્યોગ અને બંદરો
- આકાશ ફુંડકર – શ્રમિક
- બાબાસાહેબ પાટીલ – સહયોગી
- પ્રકાશ અબિટકર – જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
રાજ્યમંત્રી
- માધુરી મિસાલ – સામાજિક ન્યાય, લઘુમતી વિકાસ અને કલ્યાણ મંત્રાલય, તબીબી શિક્ષણ મંત્રાલય
- આશિષ જયસ્વાલ – નાણા અને આયોજન, કાયદો અને ન્યાય
- મેઘના બોર્ડીકર – જાહેર આરોગ્ય, કુટુંબ કલ્યાણ, પાણી પુરવઠો
- ઈન્દ્રનીલ નાઈક – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, આદિજાતિ વિકાસ અને પ્રવાસન
- યોગેશ કદમ – હોમ સ્ટેટ સિટી