ક્રૂડ તેલ પણ રૂ.168 ડાઊન
પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 9356 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10145 કરોડનું ટર્નઓવર
બુલડેક્સ વાયદામાં રૂ. 27 કરોડનાં કામકાજ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,85,411 સોદાઓમાં કુલ રૂ.19,528.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9356.18 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10144.91 કરોડનો હતો.
દરમિયાન, શુક્રવાર, 17 ફેબ્રુઆરીથી નવા શરૂ થયેલા જસત-મિની વાયદાને સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે અને સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્ર સુધમાં 527 સોદાઓમાં રૂ.14.62 કરોડનાં 543 ટનનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 91 ટનના સ્તરે રહ્યો હતો. જસત-મિનીનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ.269.15ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.270.40 અને નીચામાં રૂ.167.85 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે 75 પૈસા નરમ રહી રૂ.268.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 91,008 સોદાઓમાં કુલ રૂ.5,953.99 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,975ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,975 અને નીચામાં રૂ.55,691ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.413 ઘટી રૂ.55,815ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.235 ઘટી રૂ.44,587 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.40 ઘટી રૂ.5,501ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,348ના ભાવે ખૂલી, રૂ.389 ઘટી રૂ.55,840ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,228ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,228 અને નીચામાં રૂ.64,400ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1199 ઘટી રૂ.64,434ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1057 ઘટી રૂ.64,817 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,030 ઘટી રૂ.64,844 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,261 સોદાઓમાં રૂ.1,330.13 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.210.30 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.60 ઘટી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.45 ઘટી રૂ.772.05 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 46,385 સોદાઓમાં કુલ રૂ.2,051.30 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,474ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,474 અને નીચામાં રૂ.6,320ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.168 ઘટી રૂ.6,332 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.50 ઘટી રૂ.193.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 291 સોદાઓમાં રૂ.20.76 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,420 અને નીચામાં રૂ.63,220ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 ઘટી રૂ.63,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5 વધી રૂ.1014.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,648.31 કરોડનાં 4,742.127 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,305.68 કરોડનાં 506.403 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.877.45 કરોડનાં 13,64,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,174 કરોડનાં 58522500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં રૂ.11.03 કરોડનાં 1728 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.9.73 કરોડનાં 95.76 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,434.693 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 969.076 ટન, ક્રૂડ તેલમાં 744600 બેરલ અને નેચરલ ગેસમાં 68630000 એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 6768 ખાંડી, મેન્થા તેલમાં 398.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.27.31 કરોડનાં 359 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,239ના સ્તરે ખૂલી, 138 પોઈન્ટ ઘટી 15,185ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,144.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.813.58 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.672.77 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,045.61 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,612.06 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 270.84 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.255 ખૂલી, ઊપરમાં રૂ.270 અને નીચામાં રૂ.212.90 રહી, અંતે રૂ.79.80 ઘટી રૂ.218.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8 ખૂલી, ઊપરમાં રૂ.8.10 અને નીચામાં રૂ.4.65 રહી, અંતે રૂ.3.60 ઘટી રૂ.5.35 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.740 ખૂલી, ઊપરમાં રૂ.740 અને નીચામાં રૂ.401.50 રહી, અંતે રૂ.584.50 ઘટી રૂ.445.50 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.320 ખૂલી, ઊપરમાં રૂ.329 અને નીચામાં રૂ.240 રહી, અંતે રૂ.118.50 ઘટી રૂ.271 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.233 અને નીચામાં રૂ.145 રહી, અંતે રૂ.209 ઘટી રૂ.197 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.220 ખૂલી, ઊપરમાં રૂ.288.80 અને નીચામાં રૂ.220 રહી, અંતે રૂ.72.70 વધી રૂ.282.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.95 ખૂલી, ઊપરમાં રૂ.12 અને નીચામાં રૂ.6.95 રહી, અંતે રૂ.4.70 વધી રૂ.11.20 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.625.50 ખૂલી, ઊપરમાં રૂ.775 અને નીચામાં રૂ.625.50 રહી, અંતે રૂ.174.50 વધી રૂ.687.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.64,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.297 ખૂલી, ઊપરમાં રૂ.470 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.271 વધી રૂ.455 થયો હતો. સોનું-મિનીફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.260.50 ખૂલી, ઊપરમાં રૂ.356 અને નીચામાં રૂ.231 રહી, અંતે રૂ.147.50 વધી રૂ.322.50 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી