સોનાનો વાયદો રૂ.143 અને ચાંદીનો વાયદો રૂ.355 નરમઃ ક્રૂડ તેલમાં રૂ.116ની વૃદ્ધિઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 9087 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 7036 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 34 કરોડનાં કામકાજ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,99,547 સોદાઓમાં કુલ રૂ.16,156.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9086.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 7036.25 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,841 સોદાઓમાં કુલ રૂ.4,996.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,665ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,750 અને નીચામાં રૂ.52,425 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.143 ઘટી રૂ.52,528ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.109 ઘટી રૂ.42,721 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.69 વધી રૂ.5,234ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,550ના ભાવે ખૂલી, રૂ.104 ઘટી રૂ.52,390ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,027ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,126 અને નીચામાં રૂ.61,350 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 355 ઘટી રૂ.61,638 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 155 ઘટી રૂ.61,823 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.164 ઘટી રૂ.61,814 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,729 સોદાઓમાં રૂ.1,516.82 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.45 વધી રૂ.205.70 અને જસત નવેમ્બર વાયદો રૂ.2.95 વધી રૂ.263ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.25 વધી રૂ.677.25 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,764 સોદાઓમાં કુલ રૂ.2,520.83 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,424ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,552 અને નીચામાં રૂ.6,415 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.116 વધી રૂ.6,536 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.20 ઘટી રૂ.580.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 593 સોદાઓમાં રૂ.52.48 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.33,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,850 અને નીચામાં રૂ.32,760 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.290 ઘટી રૂ.32,880ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.60 વધી રૂ.955.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,212.66 કરોડનાં 4,197.313 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,783.88 કરોડનાં 444.706 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.888.70 કરોડનાં 13,70,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,632 કરોડનાં 26816250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.47.81 કરોડનાં 14900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.67 કરોડનાં 48.6 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,356.434 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 820.130 ટન, ક્રૂડ તેલમાં 1588000 બેરલ અને નેચરલ ગેસમાં 9137500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 86700 ગાંસડી, મેન્થા તેલમાં 456.84 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.33.54 કરોડનાં 458 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,693ના સ્તરે ખૂલી, 50 પોઈન્ટ ઘટી 14,643ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,036.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.453.89 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.68.71 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,299.07 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,213.17 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 287.66 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.325.10 ખૂલી, ઊપરમાં રૂ.368.50 અને નીચામાં રૂ.309 રહી, અંતે રૂ.44.10 વધી રૂ.362.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.56 ખૂલી, ઊપરમાં રૂ.56.85 અને નીચામાં રૂ.49.20 રહી, અંતે રૂ.5.70 ઘટી રૂ.51.90 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.275 ખૂલી, ઊપરમાં રૂ.291.50 અને નીચામાં રૂ.230 રહી, અંતે રૂ.32 ઘટી રૂ.233 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,090 ખૂલી, ઊપરમાં રૂ.2,090 અને નીચામાં રૂ.1,844.50 રહી, અંતે રૂ.172.50 ઘટી રૂ.1,902.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.621 ખૂલી, ઊપરમાં રૂ.650 અને નીચામાં રૂ.550 રહી, અંતે રૂ.27 ઘટી રૂ.590.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.331.20 ખૂલી, ઊપરમાં રૂ.336.40 અને નીચામાં રૂ.259.80 રહી, અંતે રૂ.63.10 ઘટી રૂ.277.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.70.90 ખૂલી, ઊપરમાં રૂ.77 અને નીચામાં રૂ.69.25 રહી, અંતે રૂ.1.55 વધી રૂ.72.35 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.145 ખૂલી, ઊપરમાં રૂ.150.50 અને નીચામાં રૂ.120 રહી, અંતે રૂ.14 ઘટી રૂ.123.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,302 ખૂલી, ઊપરમાં રૂ.1,479 અને નીચામાં રૂ.1,302 રહી, અંતે રૂ.87.50 વધી રૂ.1,402 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.330 ખૂલી, ઊપરમાં રૂ.350 અને નીચામાં રૂ.290 રહી, અંતે રૂ.9 વધી રૂ.343.50 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી
Comments 3