અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિ.ની વિજિલન્સ ટીમે હવા એપાર્ટમેન્ટ, મહાકાલી કેવ્ઝ રોડ, હૉલી સ્પિરિટ હોસ્પિટલની નજીક, અંધેરી પૂર્વમાં પ્લાસ્ટિક મોલ્ટિંગનો વેપાર કરતી મેસર્સ ક્રોહાસ્ટ પ્લાસ્ટિક મોલ્ડિંગ મેન્યુ. લિ. સામે રૂ. 1.09 કરોડની વીજચોરીનું પ્રકરણ પકડી પાડ્યું છે અને તેમની વિરુદ્ધ વીજ ધારા 2003ની કલમ 135 હેઠળ ડાયરેક્ટ પુરવઠાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં ટીમ દ્વારા 15 જુલાઈના રોજ મોલ્ડિંગના વેપારના માલિક અને અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડનો નોંધણીકૃત ગ્રાહક પંકજ વાસુદેવન નાયર વિરુદ્ધ ખેરવાડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (નં. 432 / 23) દાખલ કરવામાં આવી છે.
વિજિલન્સ ટીમે મેસર્સ ક્રોહાસ્ટ પ્લાસ્ટિક મોલ્ડિંગ મેન્યુ. લિ. સામે શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોઈ હતી, પરંતુ પુરાવા સાથે ચોરી પકડાતી નહોતી. આ વખતે યોગ્ય નિયોજન સાથે ટીમે 13 જુલાઈ, 2023ના રોજ સાઈટ ખાતે દરોડા પાડ્યા હતા અને ડાયરેક્ટ પુરવઠાનો કેસ પકડી પાડ્યો હતો, જેમાં થ્રી ફેઝ ડાયરેક્ટ સપ્લાય કનેકશન સ્રોતમાંથી લેવાયું હતું અને મેસર્સ ક્રોહાસ્ટ પ્લાસ્ટિક મોલ્ડિંગ કંપનીમાંથી ચેન્જઓવર સ્વિચ સુધી વિસ્તારવામાં આવ્યું હતું. ગ્રાહક મીટરનો પુરવઠો ડાયરેક્ટ પુરવઠામાં ફેરવવા અને તેથી ઊલટ કરવા માટે ચેન્જઓવર સ્વિચનો ઉપયોગ કરતો હતો. ડાયરેક્ટર પુરવઠો 58 કિલોવેટના ભાર માટે લેવાયો હતો. દરોડા દરમિયાન ટીમને અવરોધ અને વિરોધ તથા ધક્કામુક્કીનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમના વિરોધ છતાં ટીમે પુરાવા ભેગા કરીને વીજ ધારા 2003ની કલમ 135 હેઠળ કેસ દાખલ કર્યો હતો.
કંપની દ્વારા ચાર વર્ષ અને સાત મહિનાના સમયગાળા માટે 5,61,598 યુનિટ્સની ચોરી કરી હતી, જેનું મૂલ્ય રૂ. 1,09,82,544 (રૂ. એક કરોડ નવ લાખ બ્યાસી હજાર પાંચસો ચુમ્માળીસ) થવા જાય છે. આ કેસ વધુ તપાસ માટે ખેરવાડી પોલીસ સ્ટેશનમાંથી એમઆઈડીસી અંધેરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વીજ ચોરીના કેસ પર બોલતાં અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારી વિજિલન્સે મહિનામાં વીજચોરીનો આ બીજો મોટો કેસ પકડી પાડ્યો છે. જૂન 2023માં ટીમે રૂ. 1.33 કરોડ રૂપિયાની વીજચોરી પકડી પાડી હતી. આ વીજચોરી મલાડના કુરાર વિલેજમાં ઈલેક્ટ્રોપ્લેટિંગનો ધંધો કરતા જૈની ટ્રેડર્સ કરવમાં આવી હતી, જેણે થ્રી- ફેઝ ડાયરેક્ટ પુરવઠાનો ઉપયોગ કર્યો હતો. આમ, આટલા મોટા પ્રમાણમાં વીજચોરીનો બીજો કેસ પકડી પાડનારી અમારી ટીમને અભિનંદન આપીએ છીએ અને તેમના સાહસ, કટિબદ્ધતા અને સમર્પિતતા માટે અમને ગૌરવની લાગણી થાય છે.”