મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તા મહેન્દ્ર ભાનુશાલીએ માઇક પર હનુમાન ચાલીસા વગાડી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ રવિવારે એક સભામાં મસ્જિદો પર લાઉસ્પીકર પર વગાડાતી અજાનનો વિરોધ હનુમાન ચાલીસા વગાડીને કરવાની ચેતવણી આપ્યાના બીજા દિવસે તેમના પક્ષના કાર્યકર્તાએ મુંબઈના અસલ્ફા વિસ્તારમાં લાઉસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અટક કરવામાં આવી હતી. જોકે રવિવારે બપોરે એને છોડી દેવાયો હોવાની જાણકારી પોલીસે આપી હતી.
ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મહેન્દ્ર ભાનુશાલીની ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે ચાંદીવલીના અસલ્ફા ખાતે હિમાલય સોસાયટીના એક ઝાડ પર લાઉસ્પીકર બાંધી હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું.
પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભાનુશાલીની અટક કરવાની સાથે લાઉસ્પીકર જપ્ત કર્યા. જોકે પોલીસ બે કલાક બાદ છોડી મૂકવામાં આવ્યો. પરંતુ પોલીસ ભાનુશાલી પાસેથી ૫,૫૦૦ રૂપિયા દંડ પેટે વસૂલતા હતાં. પોલીસ ભાનુશાલી વિરુદ્ધ આઇપીસીની કલમ ૧૪૯ અંતર્ગત ગુનો નોંધવાની સાથે આ પ્રકારનું કૃત્ય ફરી નહીં કરે એ માટેની નોટિસ પણ આપી હતી.
મહેન્દ્ર ભાનુશાલીએ પોલીસની કાર્યવાહીની નિંદા કરતા કહ્યું એણે આરતી કરી એ માટે હેરાન કરવામાં આવી રહ્યો છે. શું હિન્દુ પ્રાર્થના કરવી એ ગુનો છે? જો કોઈને તકલીફ થતી હોય તો કાન બંધ કરી ઘરમાં બેસે. જો તેઓ આ વાતનો વિરોધ કરતા હોય તો તેમને જવાબ અપાશે. હું કાલે રાજ સાબને મળી બનેલી ઘટનાની જાણકારી આપીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ શનિવારે મસ્જિદમાંના લાઉસ્પીકર બંધ કરવાની માગણી કરી હતી. તેઓ મુંબઈના શિવાજી પાર્ક ખાતે ગુડી પડવા રેલીને સંબોધિત કરતા ચેતવણી આપી હતી કે, મસ્જિદોમાં આટલા મોટા અવાજમાં લાઉસ્પીકર કેમ વગાડવામાં આવે છે? જો એ અટકાવવામાં નહીં આવે તો મસ્જીદની બહાર એનાથી પણ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
Comments 1