પોલીસ કોન્સ્ટેબલ સહિત નવના મોત
અમદાવાદ ખાતે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલા ડમ્પરની પાછળ મહિન્દ્રની થાર ઘુસી જતા સર્જાયેલા અકસ્માતને જોવા લોકો ટોળે વળ્યાં હતાં. જોકે અકસ્માત જોનારાઓને ખ્યાલ નહોતો કે તેમના માથે કાળ ભમી રહ્યો છે. થારનો એક્સિડન્ટ થયો એના થોડા સમય બાદ દોઢસોથી વધુની સ્પીડમાં ધસી આવેલી જગુઆર કાર તેમના પર ફરી વળી હતી. આને કારણે એક કોન્સ્ટેબલ સહિત નવ રાહદારીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે દસથી વધુને ઇજા પહોંચી હતી. જોકે પોલીસના જણાવ્યા મુજબ છ લોકો મૃત્યુ પામ્યા છે.
મળતી જાણકારી મુજબ ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. તો જેગુઆરના ડ્રાયવરને પણ ગંભીર ઇજા પહોંચતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.