ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કર્યું છે. ટુર્નામેન્ટનો શુભારંભ 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્ઝીલેન્ડની મેચથી થશે. આ મેચ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આજ ગ્રાઉન્ડ પર 19 નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે. જ્યારે સેમિ ફાઇનલ મેચો મુંબઈ અને કોલકાતા ખાતે રમાશે. સમયપત્રક અનુસર ભારતમાં ઓકટોબર-નવેમ્બર દરમિયાન 46 દિવસ સુધી વન-ડે વર્લ્ડ કપની 48 મેચો રમાશે.
વર્લ્ડ કપની સૌથી ચર્ચિત મેચ એટલે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જોકે ભારત એની પહેલી મેચ ઑસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈ ખાતે રમશે.
આ વરસના વર્લ્ડ કમમાં કુલ દસ ટીમો ભાગ લઈ રહી છે. 2023ના વર્લ્ડ કપ આયોજક ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લા દેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને સીધા ક્વૉલિફાઈ કરાયા છે. જ્યારે બાકીની બે ટીમો ક્વૉલિફાઇંગ રાઉન્ડ થયા બાદ નક્કી થશે.
ICC વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ
5 ઑક્ટોબર – ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – અમદાવાદ
6 ઓક્ટોબર – પાકિસ્તાન વિ ક્વોલિફાયર -1 – હૈદરાબાદ
7 ઑક્ટોબર – બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન – ધર્મશાલા
8- ઓક્ટોબર – ભારત વિ ઓસ્ટ્રેલિયા – ચેન્નાઈ
9 ઑક્ટોબર – ન્યુઝીલેન્ડ વિ ક્વોલિફાયર-1 હૈદરાબાદ
10 ઑક્ટોબર – ઇંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ – ધર્મશાલા
11- ઓક્ટોબર- ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન- દિલ્હી
12- ઓક્ટોબર – પાકિસ્તાન વિ ક્વોલિફાયર-2 – હૈદરાબાદ
13- ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – લખનૌ
14 ઓક્ટોબર – ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ – ચેન્નાઈ
15- ઑક્ટોબર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન – અમદાવાદ
16- ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોલિફાયર-2 – લખનૌ
17- ઓક્ટોબર – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ક્વોલિફાયર-1 – ધર્મશાલા
18 ઑક્ટોબર – ન્યુઝીલેન્ડ વિ અફઘાનિસ્તાન – ચેન્નાઈ
19 ઓક્ટોબર – ભારત વિ બાંગ્લાદેશ – પુણે
20 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન – બેંગ્લોર
21- ઓક્ટોબર – ઈંગ્લેન્ડ – દક્ષિણ આફ્રિકા – મુંબઈ
22- ઓક્ટોબર – ક્વોલિફાયર-1 વિ ક્વોલિફાયર-2 – લખનૌ
23 ઑક્ટોબર – ભારત વિ ન્યુઝીલેન્ડ – ધર્મશાલા
24- ઓક્ટોબર – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ક્વોલિફાયર-2 – દિલ્હી
25- ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોલિફાયર-1 દિલ્હી
26 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ વિ ક્વોલિફાયર-2 – બેંગ્લોર
27 ઓક્ટોબર – પાકિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા – ચેન્નાઈ
28 ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – ધર્મશાલા
29 ઑક્ટોબર – ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ – લખનૌ
30 ઓક્ટોબર – અફઘાનિસ્તાન વિ ક્વોલિફાયર-2 – પુણે
31- ઓક્ટોબર – પાકિસ્તાન વિ બાંગ્લાદેશ – કોલકાતા
1 નવેમ્બર – ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા – પુણે
2- નવેમ્બર – ભારત વિ ક્વોલિફાયર-2 – મુંબઈ
3- નવેમ્બર – અફઘાનિસ્તાન વિ ક્વોલિફાયર-1 – લખનૌ
4- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ – અમદાવાદ
4- નવેમ્બર – ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન – બેંગ્લોર
5- નવેમ્બર – ભારત વિ દક્ષિણ આફ્રિકા – કોલકાતા
6- નવેમ્બર – બાંગ્લાદેશ વિ ક્વોલિફાયર-2 – દિલ્હી
7- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન – મુંબઈ
8- નવેમ્બર – ઈંગ્લેન્ડ વિ ક્વોલિફાયર-1 – પુણે
9- નવેમ્બર – ન્યુઝીલેન્ડ વિ ક્વોલિફાયર -2 – બેંગ્લોર
10- નવેમ્બર – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – અમદાવાદ
11- નવેમ્બર – ભારત વિ ક્વોલિફાયર-1 – બેંગ્લોર
12- નવેમ્બર – ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન – કોલકાતા
12- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ – પુણે
15- નવેમ્બર – સેમિ-ફાઇનલ-1 – મુંબઈ
16- નવેમ્બર- સેમિફાઇનલ-2- કોલકાતા
19- નવેમ્બર- ફાઇનલ- અમદાવાદ
Comments 1