રવિવારે આ વરસનું સૌથી વધુ ૩૮.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રવિવારે મોડી રાત્રે હવામાનમાં અચાનક બદલાવ આવ્યો અને મુંબઇ તથા એની પડોશમાં આવેલા મીરા ભાયંદર માં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોકે હવામાન ખાતાએ ૭ માર્ચના શહેરમાં વરસાદ પડવાની આગાહી કરી હતી. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે અઠવાડિયા દરમિયાન ભારે ગરમી અને ભેજવાળું વાતાવરણ રહ્યું હતું. ઉપરાંત પૂર્વ અને પશ્ચિમી પવનને કારણે ગરમીની સીઝનમાં ફેરફાર નોંધાયો છે.
જોકે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૭મી માર્ચે સાંજે ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટાં પડી શકે છે. જોકે રવિવારે મોડી રાત્રે લગભગ એકાદ વાગ્યે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે આ વરસનું સૌથી વધુ ૩૮.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ સાથે પાલઘર જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ઊભા મોલને નુકસાન થઈ શકે છે.






