ભાજપના કર્ણાવતી સાંસ્કૃતિક સેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના “મન કી બાત” નું મંચન અમદાવાદ ખાતે સૌ પ્રથમ વખત સાંસ્કૃતિક સેલ ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ કર્ણાવતી મહાનગર દ્વારા મલ્ટીપ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. અનેક કલાકારો આ પ્રસંગે ભાજપમાં જોડાયા હતા.

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના મહિલા મોરચાના પ્રદેશ મંત્રી શ્રધ્ધા ઝા, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સાંસ્કૃતિક સેલના પ્રદેશ સહ સંયોજક જનક ઠક્કર, કર્ણાવતી મહાનગર સાંસ્કૃતિક સેલના સંયોજક અભિલાષ ઘોડા તથા સહ સંયોજક હિમાંશુ ચૌહાણ, પ્રદેશ સાંસ્કૃતિક સેલના અરવિંદ વેગડા, મહર્ષી દેસાઈ, સંજય પટેલ, તથા કર્ણાવતી મહાનગરના સાંસ્કૃતિક સેલના વિવેક શાહ, ઉમંગ આચાર્ય, ધર્મેન્દ્ર ભાવસાર, યશ રામી , દિનેશ કાનાણી સહિત અનેક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આજના “મન કી બાત” ના મોદીજીના મહત્વના મુદાઓ જેવા કે વિશ્વ મ્યુઝિયમ દિવસની ઉજવણી, કેશ લેસ પેમેન્ટ, પીવાના પાણીની વ્યવસ્થા તથા વૈદિક ગણીતના ઉપયોગ જેવા તમામ મુદ્દાઓને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા. રાજ્યની પ્રથમ ઘટના હતી કે “મન કી બાત”નુ મંચન મલ્ટિપ્લેક્સ સીનેમાના વિશાળ પડદે થયું હોય.
Comments 1