ફિલ્મ જગતના બે મશહૂર હસ્તી સ્વર્ગીય ડૉક્ટર હસરત જયપુરી અને વિખ્યાત સંગીતકાર આર. ડી. બર્મનની યાદમાં સંગીતની યાદગાર સફર યોજાઈ હતી. સંગીતની આ સફરમાં મુંબઈ પોલીસના સહાયક પોલીસ કમિશનર સંજય પાટીલ અને પશ્ચિમ રેલવેના સહાયક પોલીસ કમિશનર યશ મિશ્રાએ તેમના અવાજથી સહુને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે હસરત જયપુરીના પુત્ર અને પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. તો અતિથિ વિશેષ તરીકે વીતેલા જમાનાના ગાયક જૉલી મુખર્જી ઉપસ્થિત રહ્યા હતા. જેમને બંન્ને એસિપી દ્વારા શાલ અને તુલસીનો છોડ આપી સન્માન કર્યું હતું. એટલું જ નહીં, તેમણે ચાંદની અને શોલે ફિલ્મનાં ગીતો ગાઈ શ્રોતાઓને ખુશ કરી દીધા હતા. જ્યારે જાણીતા સ્ટેજ પર્ફોર્મર ગણેશ કુમારે કુમાર સાનુના ગીતો પ્રસ્તુત કરી શ્રોતાઓને મોજ કરવી હતી.
કૉકટેલ ફૅશન સ્ટુડિયો અને સિમ્ફની મ્યુઝિકલ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન પ્રીતિ અને માધુરીએ કર્યું હતું. જ્યારે સંચાલન આરજે પ્રવીણે કર્યું હતું.
બે પોલીસ અધિકારીઓ ઉપરાંત મૃણાલિની, નિખિલ, પ્રણિતા, સાગર, સુમતિએ પણ હસરત જયપુરી તથા આર. ડી. બર્મનનાં ગીતો રજૂ કર્યા હતા. જ્યારે ઑરકેસ્ટ્રાનું સંચાલન ચેતન ઉપાધ્યાયે કર્યું હતું.
Comments 1