મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ઑસ્ટ્રેલિયાએ હરીફ ટીમને 19 રને હાર આપી હતી. આ સાથે ઑસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. એટલું જ નહીં, આ જીત સાથે વર્લ્ડ કપ જીતવાની હેટ ટ્રિક લગાવી છે. આ અગા ઑસ્ટ્રેલિયા 2010, 2014, 2018, 2020માં પણ વર્લ્ડ કપ જીતી ચુક્યુ છે. હજુ સુધી ક્રિકેટ રમતી એક પણ ટીમ વર્લ્ડ કપ જીતવાની હેટ-ટ્રિક લગાવી શકી નથી.
ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે છ વિકેટે 156 રન બનાવ્યા હતા. 157 રનના લક્ષ્યને પાર કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ વીસ ઓવરમાં છ વિકેટે માત્ર 137 રન જ બનાવી શકી હતી.
Comments 1