• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

નેધરલેન્ડ્સે ભારતને પરત સોંપી ઐતિહાસિક ચોલા કોપર પ્લેટ્સ

by P C KAPADIA
May 17, 2026
in National
0
નેધરલેન્ડ્સે ભારતને પરત સોંપી ઐતિહાસિક ચોલા કોપર પ્લેટ્સ
Share on FacebookShare on Twitter

ભારતના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડાયેલી 11મી સદીની અમૂલ્ય “ચોલા કોપર પ્લેટ્સ” હવે ફરી વતનમાં પરત ફરશે. નેધરલેન્ડ્સની લીડન યુનિવર્સિટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ધરોહર ભારતને સોંપતા સાંસ્કૃતિક સહકારનું એક નવો અધ્યાય શરૂ થયો છે.

ચોલા સામ્રાજ્યની ગાથા કહેતી પ્લેટ્સ

“લેઇડન કોપર પ્લેટ્સ” તરીકે જાણીતી આ ધરોહરમાં 21 મોટી અને 3 નાની તાંબાની પ્લેટ્સ સામેલ છે. આ પ્લેટ્સને કાંસ્યની મુદ્રા સાથે બાંધવામાં આવી હતી, જેના પર મહાન ચોલા સમ્રાટ રાજેન્દ્ર ચોલાની સીલ અંકિત છે. પાંચ પ્લેટ્સમાં સંસ્કૃત અને સોળ પ્લેટ્સમાં તમિલ ભાષામાં લખાણ છે.

આ શિલાલેખોમાં ચોલા સામ્રાજ્યની વહિવટી વ્યવસ્થા, કર પ્રણાલી, જમીન સુધારા, સિંચાઈ વ્યવસ્થા અને વેપાર નીતિઓ વિશે અત્યંત મહત્વપૂર્ણ માહિતી મળે છે. સાથે જ દક્ષિણ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના સમુદ્રી તથા સાંસ્કૃતિક સંબંધોની પણ ઝાંખી જોવા મળે છે.

સાંસ્કૃતિક ગૌરવની ઐતિહાસિક ક્ષણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  આ અવસરને “દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ” ગણાવી હતી. તેમણે કહ્યું કે ચોલા વંશ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, શક્તિશાળી નૌકાદળ અને વૈશ્વિક વેપાર કુશળતાનું પ્રતિક છે. ખાસ કરીને તમિલ ભાષાની મહાનતા અને ચોલા સંસ્કૃતિની વૈભવી પરંપરા પર પણ તેમણે ગર્વ વ્યક્ત કર્યો.

લીડન યુનિવર્સિટી હવે આ પ્લેટ્સ સાથે સંબંધિત દસ્તાવેજો, મેટાડેટા અને ઐતિહાસિક નોંધો પણ ભારતને સોંપશે. આ પગલું ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે સાંસ્કૃતિક વારસાની સુરક્ષા અને પુનઃસ્થાપન માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહ્યું છે.

Tags: Chola EmpireCopper PlatesNarendra ModiNatherlandsPrime Ministerકોપર પ્લેટ્સચોલા સામ્રાજ્યનરેન્દ્ર મોદીનેધરલેન્ડ્સવડા પ્રધાન
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સદભાવના વૃદ્ધાશ્રમ : જ્યાં વૃદ્ધોને મળે છે પરિવાર જેવો પ્રેમ અને માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com