વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મી ડેના અવસરે INS વાગશિર, INS નીલગિરી અને INS સુરત ભારતીય નૌકાદળને સમર્પિત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર ઉપરાંત નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, નૌકાદળમાં આ ત્રણ જહાજદો સામેલ થવાને કારણે સુરક્ષા ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વકર્તા બનવાની ભારતના પ્રયાસોને મજબૂતી મળશે. એ સાથે આત્મનિર્ભરતાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારત વિસ્તારવાદ નહીં, વિકાસ ભાવના સાથે આગળ વધી રહ્યું છે. એટલા માટે ભારત સમગ્ર વિશ્વમાં એક ભરોસાપાત્ર અને જવાબદાર સાથી તરીકે ઓળખાઈ રહ્યું છે. આજનો દિવસ ભારતનો દરિયાઈ વારસો, નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસની સાથે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ઘણો મોટો દિવસ છે. શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ પર એકવીસમી સદીમાં નૌકાદળને મજબૂત કરવાની દિશામાં મોટા પગલાં તરીકે જોવાઈ રહ્યો છે.

ત્રણ યુદ્ધ જહાજો સામેલ થવાને કારણે નૌકાદળની શક્તિ અનેકગણી વધી હોવાથી દુશમન દેશ ભારત તરફ આંખ કરતાં પણ થરથરશે
P15B ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને અંતિમ જહાજ, INS સુરત, વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક ડિસ્ટ્રોયરમાં સ્થાન ધરાવે છે. ૭૫% સ્વદેશી સામગ્રી ધરાવતા, અત્યાધુનિક શસ્ત્ર-સેન્સર અને અદ્યતન નેટવર્ક-કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે.

P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ INS નીલગિરી, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં સ્વદેશી ફ્રિગેટ્સની આગામી પેઢીને પ્રતિબિંબિત કરતી દુશ્મનોથી બચવાની ક્ષમતા, દરિયાઈ જાળવણી અને સ્ટીલ્થ માટે અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
P75 સ્કોર્પિન પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન, INS વાગશીર, સબમરીન બાંધકામમાં ભારતની વધતી જતી કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું નિર્માણ ફ્રાન્સના નેવલ ગ્રુપ સાથે સહયોગથી કરવામાં આવ્યું છે.






