વિજય બાદ વડા પ્રધાને એનડીએને વિજયી બનાવવા માટે જનતાનો આભાર માન્યો

લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે ભાજપની આગેવાની હેઠળના એનડીએને 291 સીટ પર વિજયી બનાવવા માટે જનતા જનાર્દનનો આભારમ ન્યો હતો. એ સાથે તેમણે કહ્યું કે આજના પાવન દિવસે એ સ્પષ્ટ થયું છે કે એનડીએ ત્રીજીવાર સરકાર બનાવી રહી છે.
દિલ્હી સ્થિત પક્ષના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે આ જનાદેશના અનેક પાસાંઓ છે. 1962 બાદ પહેલીવાર એવું બન્યું છે કે કોઈ સરકાર એના બે કાર્યકાળ પૂરો કર્યા બાદ સતત ત્રીજીવાર સત્તામાં આવી હોય.
વડા પ્રધાને વધુમાં જણાઁવ્યું કે, ભાજપે અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓરિસા અને સિક્કીમમાં ભવ્ય વિજય મેળવ્યો છે. એટલું જ નહીં, આ રાજ્યોમાં કૉંગ્રેસનો સફાયો થઈ ગયો છે. વડા પ્રધાને કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓએ આપેલા વરસોના ત્યાગના ફળ સ્વરૂપ કેરળમાં પણ ભાજપે એક સીટ પર વિજય મેળવ્યો.
એ સાથે તેમણે જણાવ્યું કે ભાજપ ઓરિસામાં સરકાર બનાવી રહી છે. એટલું જ નહીં, લોકસભાની ચૂંટણીમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. પહેલીવાર એવું બનશે કે ભગવાન જગન્નાથની ધરતી પર ભાજપનો મુખ્ય પ્રધાન હશે. છેલ્લા અહેવૈલ મળ્યા ત્યારે ભાજપને 147 બેછકોમાંથી 72 સીટ પર જીત મેળવી ચુકી છે. જ્યારે છ બેઠક પર આગળ છે. તો બીજુ પટનાયકના બીજેડીને પચાસ બેઠકો મળી છે.
વડા પ્રધાને વિરોધ પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, ઇન્ડી ગઠબંધનવાળા ભેગા મળીને પણ એટલી સીટ નથી જીતી શક્યા જેટલા પર ભાજપને વિજય મળ્યો છે. વડા પ્રધાને કાર્યકરોના વખાણ કરતા કહ્યું કે, આકરી ગરમીમાં તમે વહાવેલો પરસેવો મને કામ કરવાની પ્રેરણા આપે છે. વડા પ્રધાને વધુમાં કહ્યું કે જો તમે દસ કલાક કામ કરશો તો મોદી 18 કલાક કામ કરશે. તમે બે ડગલાં ચાલશો તો મોદી ચાર ડગલાં ચાલશે. આપણે બધા દેશવાસીઓ સાથે મળીને ચટાલશું અને દેશને આગળ વધારશું. ત્રજા કાર્યકાળ દરમિયાન અનેક મહત્વના નિર્ણયોનો અધ્યાય લખાશે અને આ મોદીની ગેરેન્ટી છે.
વડા પ્રધાને ભાવુક સ્વરે જણાવ્યું કે મારી માતા દેવલોક પામ્યાં એ પછી પહેલી ચૂંટણી છે. પરંતુ મારા દેશની માતાઓ-બહેનોએ ક્યારે મને માતાની ખોટ સાલવા દીધી નથી.






