નરેન્દ્ર મોદીએ અંગ્રેજોના સમયના કાયદાઓનું ભારતીયકરણ કરવાની શરૂઆત કરી છે. તાજેતરમાં ભારતીય દંડસંહિતાના કાયદાને ભારતીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જોકે વિધિની વિડંબના એ છે કે મુંબઈને અડીને આવેલી મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં હજુ અંગ્રેજોના સમયનો કાયદો અમલમાં છે. અહીં આજે પણ લોકોને તેમની જમીન પર લગાન આપવો પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ દેશમાં ઇસ્ટ ઇન્ડિયા જેવી કંપની મોજુદ છે. અને એ પણ દેશની આર્થિક રાજધાની મુંબઈને અડીને આવેલા મીરા-ભાયંદરમાં. અહીં એક ખાનગી કંપની લોકો પાસે તેમની જમીન પર જ ઘર બનાવવા માટે લગાન વસુલી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે મહારાષ્ટ્ર સરકાર જ ખાનગી કંપનીને લગૈન વસુલવાનું લાઇસંસ આપી રહી છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા મીરા-ભાયંદર એક સ્વતંત્ર મહાપાલિકા છે અને પોતાનું પોલીસ કમિશનરેટ છે. આમ છતાં અહીં અંગ્રેજોના સમયનો કાનૂન અમલમાં છે. આઝાદીના 75 વરસ પછી પણ કોઈને અહીં જમીન ખરીદવી હોય, કોઈ પ્લૉટ પર ઘર બનાવવું હોય કે રીડેવલપમેન્ટ કરાવવું હોય તો ધ એસ્ટેટ ઇન્વેસ્ટમેંન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડને લગાન ચુકવવું પડે છે. અને લગાનની રકમ પણ કંઈ નાની નથી હોતી. કંપની ચોરસફૂટ દીઠ 150થી 500 રૂપિયાચુકવવા પડે છે.
સામાન્યપણે કોઈ પણ બાંધકામ માટે સરકારી વિભાગ પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવી પડતી હોય છે. આ પ્રક્રિયા સમગ્ર ભરતમાં લાગુ પડતી હોય છે. પરંતુ મીરા-ભાયંદર આમાં અપવાદ છે. મીરા-ભાયંદરમાં સરકારી મંજૂરી લેવા પહેલાં ધ ઇન્વેસ્ટમેન્ટ કંપની પાસે મનઘડંત લગાન ચુકવી એનઓસી લેવી પડે છે.
હવે સવાલ એ ખડો થાય છે કે એક ખાનગી કંપનીને મીરા-ભાયંદરમાં લગન વસુલવાનું લાઇસંસ કેવી રીતે અને કયા આધાર પર મળ્યું? અને કયા આધારે આ કંપની લગાન વસુલી રહી છે? આ મુદ્દે મીરા-ભાયંદરના નેતાઓ અને સામાજિક કાર્યકર્તા કાનૂની લડત ચલાવી રહ્યા છે.
એક રાષ્ટ્રીય ચૅનલ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મીરા-ભાયંદર વિસ્તારમાં દરિયાનું પાણી ખેતરોમાં ઘૂસી જતું હોવાથી પાકને ભારે નુકસાન પહોંચતું હતું. આ સમસ્યાના નિવારણ માટે અંગ્રેજોએ રામચંદ્ર લક્ષ્મણજી નામના જમીનદાર સાથે 1870માં કરાર કર્યો હતો. કરાર મુજબ પાણી ખેતરમાં ન ઘૂસે એ માટે બંધ જેવું બાંધકામ કરવાનું હતું. જેના બદલામાં રામચંદ્રને 999 વરસ સુધી જે પાક થાય એનો ત્રીજો ભાગ લગાન તરીકે ખેડૂતો પાસે વસુલવાની પરવાનગી આપવામાં આવી હતી.
જોકે ભારત આઝાદ થયું અને હાલ આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. આમ છતાં મીરા-ભાયંદરવાસીઓ પીસે અંગ્રેજોના કાયદા મુજબ લગાન વસુલાઈ રહી છે. એવું નથી કે આના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. પણ જ્યારે કોઈ અવાજ ઉઠાવે કે એને દબાવી દેવામાં આવે છે.
Great news 🗞️