મુંબઈ વાગધરા સંસ્થા દ્વારા તાજેતરમાં મુક્તિ ઑડિટોરિયમ, અંધેરી વેસ્ટ ખાતે વાગધરા સન્માન સમારોહ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ ઉપસ્થિત રહ્યા હતા. વાગધરાના પ્રમુખ પ્રો. જાગીશ સારસ્વત તેના મુખ્ય આયોજક હતા. આ સન્માન સમારોહમાં પસંદગી પામેલ મહાનુભાવોનુ વક્તવ્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી અને કેર ટેકર્સ એક્સટિરિયર એન્ડ ઈન્ટિરિયર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કે. મુસ્તફા યુસુફ અલી ગોમને મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બાઈસ હારા તેમના સામાજિક સેવા ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય માટે વાગધારા સન્માન ૨૦૨૪ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. મુસ્તફા યુસુફ અલી ગૌમ મુંબઈના પશ્ચિમના પરા કાંદિવલી સ્થિત અંજુમન-એ-નજમી દાઉદી બોહરા જમાતના સેક્રેટરી છે. તેઓ પોતાની અંજુમન સંસ્થા દ્વારા સામાજિક કાર્ય પણ કરે છે. કોરોનાના સમયગળા દરમિયાન, ડૉ. ગોમની સંસ્યાએ લોકોને મોટા પાયે સહાય કરી અને સામુદાયિક રસોડા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી. એ સાથે સાથે ડૉ. મુસ્તફા યુસુફ અલી ગૌમ સમયાંતરે શિક્ષણ અને ચિકિત્સા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને મદદ અને માર્ગદર્શન આપતા રહ્યા છે.






