મુંબઈગરાનો પ્રવાસ સુવિધાજનક બનાવવા માટે બેસ્ટના કાફલામાં પહેલીવાર ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસનો સમાવેશ થઈ રહ્યો છે. ગુરુવારે સવારે કેન્દ્રિય પરિવહન પ્રધાન નિતિન ગડકરી દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનું અનાવરણ કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ બસનું લોકાર્પણ કરશે.
કેન્દ્રિય પરિવહન પ્રધાન નિતિન ગડકરી, ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલ, બેસ્ટના જનરલ મેનેજર લોકેશસ ચંદ્ર સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અત્યાધુનિક બસનું લોકાર્પણ કરાશે. બેસ્ટની નવી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લંડનની ડબલ ડેકર બસો જેવી છે અને એમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ બેસાડવામાં આવ્યા છે.
મુંબઈમાં પ્રદૂષણ ઘટાડવાના ઇરાદાથી બેસ્ટ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસો દોડાવવાની યોજના બનાવી હતી. આગામી બે વરસમાં મુંબઈમાં કુલ નવસો એસી ડબલ ડેકર બસ દોડાવાશે. પહેલા તબક્કામાં બસો બસો બેસ્ટના કાફલામાં જોડાશે. સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સેવા શરૂઆતમાં સીએસએમટીથી નરિમાન પોઇન્ટ, કોલાબાથી વરલી અને કુર્લાતી સાંતાક્રુઝ રૂટ પર ચાલશે. ત્યાર બાદદ તબક્કાવાર રૂટંમાં વધારો કરવામાં આવશે. આ બસનું ન્યૂનતમ ભાડું છ રૂપિયા હશે.
બેસ્ટના કાફલામાં 3680 બસો
બેસ્ટના કાફલામાં હાલ 3680 કરતા વધુ બસો છે. જેમાંથી 2440 સાદી, એસી અને નોમ-એસી સીએનજી બસો છે. 396 ઇલેક્ટ્રિક એસી અને 25 હાઇબ્રિડ એસી બસો છે.






