કોશિયારીએ વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદનો કાર્યભાળ સંભાળવા જણાવ્યું
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે મોડી રાત્રે (બુધવાર, ૨૯ જૂન) રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને રાજભવન મળવા ગયા હતા. જ્યાં તેમણે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું.
રાજ્યપાલ કોશિયારીએ ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ સ્વીકાર્યું હતું. એ સાથે કોશિયારીએ વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદનો કાર્યભાળ સંભાળવા જણાવ્યું હતું.
અગાઉ સુપ્રીમ કોર્ટે શિવસેનાની ફ્લોર ટેસ્ટ રદ કરવા કરેલી અરજી કાઢી નાખ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર જનતાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

ગયા સોમવારે શિવસેના અને અપક્ષો મળી ચાલીસેક વિધાનસભ્યો એકનાથ શિંદેના નેતૃત્વમાં સેનાથી અલગ ચોકો બનાવી ગૌહાટી હોટેલમાં ડેરા તંબુ તાણ્યા હતા. તમામ વિધાન સભ્યો ફ્લોર ટેસ્ટ માટે આવતીકાલે મુંબઇ પહોચવાના હતા. જોકે વિધાનસભામાં બળાબળની કસોટી થાય એ પહેલાં જ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું હતું.
ઉદ્ધવ સરકારે રાજીનામુ આપતા દેવેન્દ્ર ફડણવીસ માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો છે.






