XPay.Lifeએ બેસ્ટના કેશ કાઉન્ટર્સનું ડિજિટલ પરિવર્તન કરવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એનપીસીઆઈ ભારત બિલપે લિમિટેડ (એનબીબીએલ) સાથે જોડાણ કર્યું છે. આ પહેલ બેસ્ટના લાખો ગ્રાહકો માટે વીજળીના બિલની ચુકવણીને સરળ બનાવશે. બેસ્ટના બીઓસીપી (બિલર્સ ઑન કલેક્શન પોઇન્ટ)નું હવે એના ગ્રાહકો માટે યુઝરને અનુકૂળ સોલ્યુશન્સ સાથે સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન થશે, જેના પરિણામે એના ગ્રાહકો વીજળીના બિલોની ચુકવણી ઉપરાંત યુટિલિટીના અનેક વ્યવહારો હાથ ધરી શકશે.
એનબીબીએલ દ્વારા સંચાલિત ડિજિટાઇઝેશન ચુકવણીની ત્રણ અલગ પદ્ધતિ સાથે થશે. પ્રથમ પદ્ધતિ છે – બેસ્ટના પસંદગીના કેશ કાઉન્ટર્સ પર ઇન્ટેલિજન્ટ પોઇન્ટ ઓફ સેલ્સ (પીઓએસ) મશીનો સ્થાપિત કરીને, જ્યાં ગ્રાહકો રોકડ કે યુપીઆઈ એમ ચુકવણીની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને તેમના બિલોની ચુકવણી કરી શકે છે. ગ્રાહકને તાત્કાલિક રસીદ મળશે અને 10 સેકન્ડની અંદર નાણાકીય વ્યવહાર પૂર્ણ થશે.
બીજી પદ્ધતિમાં ગ્રાહકો માટે તેમના સુવિધાજનક સમયે અને ચુકવણીની પસંદગીની પદ્ધતિ સાથે બેસ્ટના વિવિધ લોકેશન પર ટચ સ્ક્રીન કિઓસ્ક ઊભા કરવામાં આવશે. આ કિઓસ્ક બનાવટી નોટોને અલગ કરવા કેશ વેલિડેટર સાથે સજ્જ હશે. આ કિઓસ્કનો ઉપયોગ કરીને ગ્રાહકો દ્વારા થતી ચુકવણી સલામત હશે, ભારત બિલપે પ્લેટફોર્મ દ્વારા સક્ષમ હશે.
ચુકવણીનો ત્રીજો વિકલ્પ પથપ્રદર્શક છે અને તેનો ઉદ્દેશ ગ્રાહકોના ઘરે સુવિધાજનક રીતે બેસ્ટના કાઉન્ટર મેળવવાનો છે. XPay.Life મોબાઇલ વૅન બેસ્ટ માટે પ્રસ્તુત કરવામાં આવશે અને એ અઠવાડિયાના પસંદગીના દિવસો પર વિવિધ લોકેશન્સ પર જશે, તેમને વૅનની અંદર સ્થાપિત ટચ સ્ક્રીન કિઓસ્ક અને ઇન્સ્ટોલ કરેલા મોબાઇલ પીઓએસ એમ બંને દ્વારા પેમેન્ટ કરવા સક્ષમ બનાવશે. XPay.Life મોબાઇલ વૅન વીજળીના બિલના કલેક્શનથી શરૂ કરીને ગ્રાહકોની તમામ જરૂરિયાતો માટે સંપૂર્ણ સેવા પૂરી પાડશે, જેમાં ટૂંક સમયમાં ઘણી વધારે સેવાઓ ઉમેરવામાં આવશે. સૌથી મોટું પરિબળ એ પણ છે કે, બેસ્ટની મોબાઇલ વૅનની અંદરના તમામ મશીનો સૌર ઊર્જાથી સંચાલિત છે અને એક યુપીએસ ધરાવે છે, જે વૅન ડ્રાઇવના સમયે ચાર્જ થાય છે – આ ખરેખર પર્યાવરણને અનુકૂળ પહેલ છે.
ગ્રાહકો તેમના ઘર પાસે બેસ્ટના બિલોની ચુકવણી કરવાની સાથે એલપીજી કૂકિંગ, મોબાઇલ બિલ પેમેન્ટ, વીમાની ચુકવણી, ડીટીએચ રિચાર્જ વગેરે જેવી અનેક સુવિધાઓ તેમને ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે બેસ્ટના જીએમ, આઇએએસ લોકેશન ચંદ્રાએ કહ્યું હતું કે, “અમે ભારત બિલપે અને XPay.Life સાથે જોડાણ કરીને ખુશ છીએ, જે અમારા તમામ ગ્રાહકોને ચુકવણીની વિવિધ ઇનોવેટિવ પદ્ધતિઓ દ્વારા સુવિધાજનક, સરળ અને સલામત રીતે વીજળીના બિલની ચુકવણી કરવાની વિશિષ્ટ સુવિધા ઑફર કરશે. બિલની ચુકવણીનું ડિજિટાઇઝેશન કરવાની આ પહેલ બેસ્ટના 10.50 લાખથી વધારે ગ્રાહકોને તેમની પસંદગીની પદ્ધતિનો ઉપયોગ કરીને તેમના વીજળીના બિલોની ચુકવણી કરવાની સુવિધા પૂરા પાડશે.”