કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.28,078.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.62,550ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.131 ઘટી રૂ.76,103 બોલાતો હતો. ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.38 ઘટી રૂ.6,369 થયો હતો. કોટન-ખાંડીનો જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.280 સુધરી રૂ.57,480ના ભાવ થયા હતા.
ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 15,40,842 સોદાઓમાં કુલ રૂ.1,41,653.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.17,077.98 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.124564.94 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,21,299 સોદાઓમાં રૂ.8,760.34 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,594ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,649 અને નીચામાં રૂ.62,420 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.46 ઘટી રૂ.62,559ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.50,407 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.6,141ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.169 વધી રૂ.62,639ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,949ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,399 અને નીચામાં રૂ.75,726 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.462 વધી રૂ.76,234 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.213 વધી રૂ.77,327 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.223 વધી રૂ.77,310 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 11,879 સોદાઓમાં રૂ.1,308.15 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.720.40ના ભાવે ખૂલી, રૂ.2.35 વધી રૂ.722 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.201.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.186ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.25 ઘટી રૂ.201.95 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.186.20 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.80 ઘટી રૂ.223.15 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,63,580 સોદાઓમાં રૂ.6,998.59 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,478ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,644 અને નીચામાં રૂ.6,278 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.81 ઘટી રૂ.6,407 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.82 ઘટી રૂ.6,411 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.235ના ભાવે ખૂલી, રૂ.1.40 ઘટી રૂ.234.90 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 1.5 ઘટી 235.2 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ.10.90 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,480 અને નીચામાં રૂ.56,820 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.100 ઘટી રૂ.57,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.928.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,804.97 કરોડનાં 4,477.793 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,955.37 કરોડનાં 770.551 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.4,456.37 કરોડનાં 6,865,800 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,542.22 કરોડનાં 107,878,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.159.05 કરોડનાં 7,870 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.39.35 કરોડનાં 2,116 ટન તાંબાના વાયદાઓમાં રૂ.639.55 કરોડનાં 8,878 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.470.20 કરોડનાં 21,024 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.92 કરોડનાં 864 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.98 કરોડનાં 64.08 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,181.142 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,080.083 ટન, તાંબાના વાયદાઓમાં 14,277.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 22,148 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,105 ટન તથા જસત અને જસત-મિનીમાં 23,224 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,226,060 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 71,934,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,064 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 521.64 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.10.21 કરોડનાં 124 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 312 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 16,515 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,515 અને નીચામાં 16,439 બોલાઈ, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 9 પોઈન્ટ ઘટી 16,464 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ.124564.94 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1952.09 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.755.64 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.115104.03 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6735.85 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.3023.91 કરોડનું થયું હતું.
ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.167.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.244 અને નીચામાં રૂ.97.50 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.62.90 ઘટી રૂ.114.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.05 ખૂલી, ઉપરમાં રૂ.14.10 અને નીચામાં રૂ.10.80 રહી, અંતે રૂ.0.90 ઘટી રૂ.11.95 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.931ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.980 અને નીચામાં રૂ.852 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.60 ઘટી રૂ.915.50 થયો હતો, જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.602 ખૂલી, ઊપરમાં રૂ.630 અને નીચામાં રૂ.478 રહી, અંતે રૂ.110 ઘટી રૂ.495.50 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,857.50ના ભાવે ખૂલી, રૂ.166 વધી રૂ.3,051.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,798ના ભાવે ખૂલી, રૂ.131 વધી રૂ.2,929 થયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.56 વધી રૂ.9.77 જસત ડિસેમ્બર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.21 ઘટી રૂ.2.99 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.242ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.352.80 અને નીચામાં રૂ.151.50 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.8.30 વધી રૂ.248.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.60 ખૂલી, ઉપરમાં રૂ.18.85 અને નીચામાં રૂ.14.70 રહી, અંતે રૂ.0.40 વધી રૂ.16.70 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.705ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.807 અને નીચામાં રૂ.681 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.68 વધી રૂ.761 થયો હતો, જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.227 ખૂલી, ઊપરમાં રૂ.238 અને નીચામાં રૂ.173 રહી, અંતે રૂ.44.50 ઘટી રૂ.180.50 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,760ના ભાવે ખૂલી, રૂ.18.50 ઘટી રૂ.1,708.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,900ના ભાવે ખૂલી, રૂ.17 ઘટી રૂ.1,791.50 થયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.710 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.31 ઘટી રૂ.4.20 થયો હતો.
Comments 1