ડેઈલી માર્કેટ રિપોર્ટ કોમોડિટી
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,16,417 સોદાઓમાં કુલ રૂ.9,659.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 44 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 76 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. આ સામે એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 87 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 39,374 સોદાઓમાં કુલ રૂ.2,518.70 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,804ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,917 અને નીચામાં રૂ.47,751 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 વધી રૂ.47,815ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.38,428 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.4,787ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,868 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,150 અને નીચામાં રૂ.61,847 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.210 વધી રૂ.62,066 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.221 વધી રૂ.62,324 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.216 વધી રૂ.62,337 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 9,019 સોદાઓમાં રૂ.1,730.61 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 વધી રૂ.233.95 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.289ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.754.40 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.5 વધી રૂ.1,621.50 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 36,401 સોદાઓમાં કુલ રૂ.2,442.92 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,087ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,122 અને નીચામાં રૂ.6,071 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.8 ઘટી રૂ.6,105 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.90 વધી રૂ.349.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,476 સોદાઓમાં રૂ.135.51 કરોડનાં કામકાજ થયા હતા. રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,550ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,579 અને નીચામાં રૂ.16,201 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.93 ઘટી રૂ.16,290ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14.10 ઘટી રૂ.984.20 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.110 વધી રૂ.35,590 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,912 સોદાઓમાં રૂ.1,317.35 કરોડનાં 2,752.501 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,462 સોદાઓમાં કુલ રૂ.1,201.35 કરોડનાં 193.363 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.235.29 કરોડનાં 10,075 ટન, જસતના વાયદાઓમાં રૂ.152.85 કરોડનાં 5,300 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.698.89 કરોડનાં 9,275 ટન, નિકલના વાયદાઓમાં રૂ.577.52 કરોડનાં 3,567 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.66.06 કરોડનાં 3,535 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,352 સોદાઓમાં રૂ.738.61 કરોડનાં 12,13,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 28,049 સોદાઓમાં રૂ.1,704.31 કરોડનાં 4,94,51,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,103 સોદાઓમાં રૂ.120.79 કરોડનાં 33900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 349 સોદાઓમાં રૂ.14.18 કરોડનાં 142.56 ટન, રબરના વાયદાઓમાં 24 સોદાઓમાં રૂ.0.54 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,299.158 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 668.888 ટન, એલ્યુમિનિયમમાં 12,805 ટન, જસત વાયદામાં 8,185 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,190 ટન, નિકલ વાયદામાં 5,881.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,795 ટન, ક્રૂડ તેલમાં 13,25,300 બેરલ અને નેચરલ ગેસમાં 1,57,15,000 એમએમબીટીયૂ, કોટનમાં 182775 ગાંસડી, મેન્થા તેલમાં 421.92 ટન, રબરમાં 118 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,157 સોદાઓમાં રૂ.100.95 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 377 સોદાઓમાં રૂ.29.99 કરોડનાં 426 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 599 સોદાઓમાં રૂ.56.51 કરોડનાં 642 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,782 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,593 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,069ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,100 અને નીચામાં 14,056ના સ્તરને સ્પર્શી, 44 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ વધી 14,079ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,583ના સ્તરે ખૂલી, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 10 પોઈન્ટ વધી 17,627ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 87 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 18 પોઈન્ટ વધી 6,253ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 28,990 સોદાઓમાં રૂ.2,730.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.246.33 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.30.64 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,452.54 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી
Comments 1