મલાડ-૪ વોકેથોનમાં બેન્ડની સૂરાવલી સાથે ૧૦, ૫ અને ૩ કિલોમીટરની વોકેથાનની શરૂઆત થઈ હતી. લોકોનો પ્રતિસાદ અદભુત હતો. સાથે આર્મી, નેવી, એનેસજી અને મુંબઈ પોલીસની પ્લેટુન પણ જોડાઈ હતી. જ્યારે મહિલાઓએ પણ બ્લુ સાડી પહેરી વોકેથોન કર્યું હતું. ડૉક્ટર સિદ્ધાર્થ દ્વારા આયોજિત મલાડ-૪ વોકેથોનમાં બાળકો યુવાધન અને સિનિયર સિટીઝન પણ ઉમટી પડ્યા હતા.
વોકેથોન માટે આયોજકોએ દરેક પ્રકારની સુવિધાની સાથે સાવચેતીના તમામ પગલાં લીધા હતા. મેરેથોનના સમગ્ર રૂટ પર પોલીસનો બદોબસ્ત રાખવાની સાથે દોડવીરોને માર્ગદર્શન આપવા વૉલિન્ટિયર પણ ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોન દરમિયાન જો કટોકટી સર્જાય તો એ માટે એમ્બ્યુલંસનો પણ કાફલો તૈયાર રાખવામાં આવ્યો હતો. ઉપરાંત મેરેથોન બાદ તમામ સ્પર્ધકો માટે સાત્વિક નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મ્યુઝિક અને ઝુંબા અને યોગ દ્વારા લોકોનો ઉત્સાહ પણ બમણો થયો હતો તમામ સ્પર્ધકને મેડલ આપવામાં આવ્યા હતા. જ્યારે મેરેથોનના વિજેતાઓને ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા.
Comments 1