દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.50,468.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,074.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.45391.30 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,393ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,455 અને નીચામાં રૂ.61,241ના મથાળે અથડાઈ, રૂ.125 ઘટી રૂ.61,379ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.150 ઘટી રૂ.49,582 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 ઘટી રૂ.6,045ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.165 ઘટી રૂ.61,102ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,574 અને નીચામાં રૂ.69,128ના મથાળે અથડાઈ, રૂ.284 ઘટી રૂ.69,355ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.335 ઘટી રૂ.69,473 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.344 ઘટી રૂ.69,479 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.706.95ના ભાવે ખૂલી, રૂ.0.55 વધી રૂ.708.20 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.200.30 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.177ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.207ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.200.30 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.176.85 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.0.45 વધી રૂ.207.30 બોલાઈ રહ્યો હતો. સ્ટીલ રિબાર ફેબ્રુઆરી 1 ટન દીઠ રૂ.170 ઘટી રૂ.46,270 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,473ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,493 અને નીચામાં રૂ.6,452ના મથાળે અથડાઈ, રૂ.32 ઘટી રૂ.6,458 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.33 ઘટી રૂ.6,454 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.141ના ભાવે ખૂલી, રૂ.0.40 વધી રૂ.140.10 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 0.5 વધી 140.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,240 અને નીચામાં રૂ.58,620ના મથાળે અથડાઈ, રૂ.260 વધી રૂ.58,820ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.898.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,635.74 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,975.78 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.538.78 કરોડનાં 19,145 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.561.96 કરોડનાં 42,729 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.108.81 કરોડનાં 1,434 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.41.36 કરોડનાં 615 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.386.83 કરોડનાં 2,185 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.230.62 કરોડનાં 3,970 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.37 કરોડનાં 26 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.5.01 કરોડનાં 154 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.1.58 કરોડનાં 20 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 366 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,789 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,789 અને નીચામાં 15,748 બોલાઈ, 41 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 41 પોઈન્ટ ઘટી 15,780 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.45391.30 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.22.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33.60 અને નીચામાં રૂ.16ના મથાળે અથડાઈ, રૂ.17.50 ઘટી રૂ.22.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.140 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7 ખૂલી, ઉપરમાં રૂ.8 અને નીચામાં રૂ.6.80 રહી, અંતે રૂ.0.70 વધી રૂ.7.40 થયો હતો.
સોનું માર્ચ રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.539ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.539 અને નીચામાં રૂ.452ના મથાળે અથડાઈ, રૂ.16 ઘટી રૂ.512.50 થયો હતો, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.175 ખૂલી, ઊપરમાં રૂ.184 અને નીચામાં રૂ.130.50 રહી, અંતે રૂ.1 વધી રૂ.180 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.720ના ભાવે ખૂલી, રૂ.135 ઘટી રૂ.585 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.666.50ના ભાવે ખૂલી, રૂ.114.50 ઘટી રૂ.552 થયો હતો. તાંબુ ફેબ્રુઆરી રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.13 ઘટી રૂ.1.60 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.18.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.21.90 અને નીચામાં રૂ.9.70ના મથાળે અથડાઈ, રૂ.4.70 ઘટી રૂ.16.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.140 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.90 ખૂલી, ઉપરમાં રૂ.7.60 અને નીચામાં રૂ.5.90 રહી, અંતે રૂ.0.20 વધી રૂ.7 થયો હતો.
સોનું માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.209ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.274 અને નીચામાં રૂ.209ના મથાળે અથડાઈ, રૂ.58 વધી રૂ.262.50 થયો હતો, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.292 ખૂલી, ઊપરમાં રૂ.450 અને નીચામાં રૂ.292 રહી, અંતે રૂ.105 વધી રૂ.402 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.610ના ભાવે ખૂલી, રૂ.87.50 વધી રૂ.664 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.400ના ભાવે ખૂલી, રૂ.76.50 વધી રૂ.472.50 થયો હતો. તાંબુ ફેબ્રુઆરી રૂ.705 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.1 વધી રૂ.3.80 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી