પહેલી જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદા અંગે નાગરિકોને જાગૃત કરવા અને સમજણ આપવા દિંડોશી પોલીસ સ્ટેશન દ્વારા મોનિકા હૉલ સુભાષ લેન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં વેપારીઓ સહિત મલાડ પૂર્વના અગ્રણી સેવાભાવી સામાજિક કાર્યકર જીતુભાઇ ખખ્ખર ઉપસ્થિત રહ્યા હતા.
સિનિયર પોલીસ ઇન્સ્પેકટર ઈરફાન શેખ અને પીઆઇ મનોહરલાલ દોલતરાવ પગારે દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાઃ ભારતીય ન્યાય સંહિતાઃ અને ભારતીય સાક્ષી સંહિતાઃ વિશે સમજણ આપવામાં આવી હતી. પહેલી જુલાઈ બાદ ભારતીય દંડ સંહિતાના સ્થાને આ ત્રણ નવા કાયદા અને નવી કલમ અમલમાં આવ્યા છે.