મલાડ પૂર્વ સ્ટેશન નજીક જનતા વેફર્સ ખખર માર્કેટમાં સોમવાર 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી સાંજે 5 સુધી 18 વર્ષથી મોટી વ્યક્તિ માટે પહેલા બીજા અને બૂસ્ટર ડોઝનું ફ્રી આયોજન કરવામાં આવ્યું છે.
લક્ષ્મી તરુણ વેફરવાલા અને અમેરિકેરસ ના સહયોગ દ્વારા જીતુભાઈ ખખર આ સમગ્ર ફ્રી વેક્સિન કેમ્પનું આયોજન કરી રહ્યા છે. મલાડ પૂર્વના એસિપી સંજય પાટીલ રીબીન કાપી કેમ્પનું ઉદઘાટન કરશે. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે લાવવા મૂકવા ફ્રી વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા પણ અહી બે દિવસ ફ્રી વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 1800 વ્યકિતઓએ લાભ લીધો હતો.






