કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,524.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.162 ઘટી રૂ.62,443ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.277 વધી રૂ.76,049ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.63 વધી રૂ.6,551 થયો હતો. કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.220 ઘટી રૂ.56,460 થયો હતો.
બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,41,202 સોદાઓમાં કુલ રૂ.86,436.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.19,316.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 67104.8 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,68,291 સોદાઓમાં રૂ.13,694.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,602ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,675 અને નીચામાં રૂ.62,300 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.220 વધી રૂ.62,605ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.372 વધી રૂ.50,104 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.6,122ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.61 વધી રૂ.62,470ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,326ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,975 અને નીચામાં રૂ.75,089 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.473 વધી રૂ.75,772 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.363 વધી રૂ.75,432 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.259 વધી રૂ.75,403 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 8,831 સોદાઓમાં રૂ.1,012.3 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.718.40ના ભાવે ખૂલી, રૂ.3.50 ઘટી રૂ.714 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.200.15 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.30 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.200.05 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.185.30 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.1.05 ઘટી રૂ.224.65 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,25,480 સોદાઓમાં રૂ.4,598.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,393ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,505 અને નીચામાં રૂ.6,323 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.75 વધી રૂ.6,488 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.77 વધી રૂ.6,493 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.241ના ભાવે ખૂલી, રૂ.6.70 ઘટી રૂ.236.30 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 6.7 ઘટી 236.7 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ.11.65 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,800 અને નીચામાં રૂ.56,500 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.700 ઘટી રૂ.56,680ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.60 વધી રૂ.921.30 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,134.74 કરોડનાં 8,194.462 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.8,559.43 કરોડનાં 1,111.755 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,710.57 કરોડનાં 2,658,830 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,887.46 કરોડનાં 122,520,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.112.78 કરોડનાં 5,571 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.38.90 કરોડનાં 2,088 ટન તાંબાના વાયદાઓમાં રૂ.519.42 કરોડનાં 7,203 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.341.20 કરોડનાં 15,122 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.28 કરોડનાં 1,104 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.37 કરોડનાં 57.96 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,026.165 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,052.251 ટન, તાંબાના વાયદાઓમાં 14,270.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 21,215 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,258 ટન તથા જસત અને જસત-મિનીમાં 19,038 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,298,550 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 72,376,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,064 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 522.36 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.15.16 કરોડનાં 184 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 306 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 16,592 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,620 અને નીચામાં 16,411 બોલાઈ, 209 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ વધી 16,473 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ. 67104.8 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 2430.71 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1029.26 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 55690.39 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 7938.57 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 1875.26 કરોડનું થયું હતું.
બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.176ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.234.40 અને નીચામાં રૂ.153.60 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.39.10 વધી રૂ.225.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.30 ખૂલી, ઉપરમાં રૂ.14.70 અને નીચામાં રૂ.11.25 રહી, અંતે રૂ.3.75 ઘટી રૂ.12.85 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,020ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,077 અને નીચામાં રૂ.880.50 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.29.50 વધી રૂ.975.50 થયો હતો, જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.520 ખૂલી, ઊપરમાં રૂ.678 અને નીચામાં રૂ.498 રહી, અંતે રૂ.114 વધી રૂ.605.50 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,600ના ભાવે ખૂલી, રૂ.32.50 વધી રૂ.1,685 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.78,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,301ના ભાવે ખૂલી, રૂ.40 વધી રૂ.2,373 થયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.9.21 જસત ડિસેમ્બર રૂ.230 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.2.21 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.237.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.276.60 અને નીચામાં રૂ.185.80 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.29.80 ઘટી રૂ.199.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15 ખૂલી, ઉપરમાં રૂ.19.75 અને નીચામાં રૂ.14.35 રહી, અંતે રૂ.2.85 વધી રૂ.16.30 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.724ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.808 અને નીચામાં રૂ.681 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.42.50 ઘટી રૂ.693 થયો હતો, જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.235 ખૂલી, ઊપરમાં રૂ.297.50 અને નીચામાં રૂ.220 રહી, અંતે રૂ.71.50 ઘટી રૂ.225 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,752ના ભાવે ખૂલી, રૂ.138 ઘટી રૂ.1,727 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,939ના ભાવે ખૂલી, રૂ.130.50 ઘટી રૂ.1,808.50 થયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.710 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.07 વધી રૂ.4.51 થયો હતો.