દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલને શરાબ ગોટાળા મામલે હાઈકોર્ટે રાહત મળી નથી. દિલ્હી હાઈકતોર્ટે આજે જણાવ્યું કે, અમે અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે કોઈ વચગાળઆનીવ રાહત આપી શકતા નથી. આ અગાઉ કેજરીવાલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા તૈયાર છે, પણ તેમને ખાત્રી મળવી જોઇએ કે તપાસ એજન્સી તેમની ધરપકડ કરશે નહીં. આ અંગે કોર્ટે જણાવ્યું કે, સમન્સ મળ્યા હોવાથી કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવું પડશે, અને તેમની ધરપકડ મામલે રાહત આપી શકાય નહીં. આ મામલે દિલ્હી હાઈકોર્ટે ઈડી જવાબ આપવા માટે અને નવી વચગાળાની અરજી દાખલ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. હવે 22 એપ્રિલે આ મામલે વધુ સુનનાવણી હાથ ધરાશે.
ઈડીના સમન્સ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના પુરાવા દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે માગ્યા. આને પગલે ઈડીના અધિકારી પુરાવા લઈ જજની ચેમ્બરમાં ગયા. જ્યાં પુરાવાની ફાઇલ ચકાસ્યા બાદ હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ધરપકડ વિરુદ્ધ કોઈ રાહત આપવાનું નકાર્યું હતું.
અરવિંદ કેજરીવાલે ઈડીના નવમા સમન્સને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઈડીએ કેજરીવાલને 17 માર્ચે નવમો સમન્સ મોકલ્યો હતો. કેજરીવાલ 19 માર્ચે સમન્સ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલસ કરી હતી. કેજરીવાલની અરજી પર 20 માર્ચે સુનાવણી હાથ ધરી હતી.
શરાબ નીતિ કેસમાં આપના આ નેતાઓ જેલભેગા થયા છે
શરાબ નીતિ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા જેલમાં છે. જ્યારે આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. તો મની લૉન્ડરિંગના એક કેસમાં રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને પણ કોર્ટે સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. સત્યેન્દેર જૈન મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન પર હતા.
અરવિંદ કેજરીવાલ વતિ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા
કૉંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરીએ 20 માર્ચે કોર્ટમાં કેજરીવાલ વતિ દલીલો કરી હતી. તેમણે દલીલ કરી કે, ઈડીએ આપના નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરી ચુકી છે. તપાસ એજન્સી કેજરીવાલની પણ ધરપકડ કરી શકે છે. વકીલોએ કહ્યું કે, કેજરીવાલ ભાગી નથી રહ્યા, તેઓ ઈડી સમક્ષ આવશે પણ તેમંને સુરક્ષા આપવામાં આવે. ભલે ઈડી એ ન જદણાવે કે કેજરીવાલને તેઓ આરોપી, સંદિગ્ધ કે સાક્ષી તરીકે બોલાવી રહી છે.
અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલ વતિ દલીલ કરતા કહ્યું કે, ઈડી માત્ર સમન્સ જારી કરી રહી છે. પણ અમારા સવાલોના જવાબ આપતી નથી. ઈડી ચૂંટણી પૂરી થાય એટલી બે મહિનાની રાહ જોઈ નથી શકતી? ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અમે ધરપકડથી પ્રોટેક્શન માગી રહ્યા છીએ. ત્યારે કોર્ટે કહ્યું કે એકવાર તેઓ ઈડી સમક્ષ હાજર થશે ત્યારે તેમને ખબર પડશે કે તેમને આરોપી તરીકે બોલાવ્યા છે કે સાક્ષી તરીકે.
Comments 3