દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે સમાજસેવી અણ્ણા હઝારેએ પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. અણ્ણા હઝારેએ કહ્યું કે, અમે શરાબના વિરોધમાં હતા. અરવિંદ પણ અમને સહયોગ આપતા. તેમણે જે શરાબ નીતિ બનાવી એનાથઈ મને ઘણું દુખ થયું છે. આ અંગે મેં પત્ર પણ લખ્યો હતો. તેમની ધરપકડ તેમના કર્મોને કારણે થઈ છે. હવે જે થશે એ કાયદાએ જોવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કથિત શરાબ ગોટાળા મામલે આમ આદમી પાર્ટાના કન્વિનર અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી.

અણ્ણા હઝારેએ આ અગાઉ પણ દિલ્હીની શરાબ નીતિ અંગે કેજરીવાલની ભારોભાર ટીકા કરી હતી. થોડા વરસ પહેલા શરાબ નીતિથી નારાજ અણ્મણમા હઝારેએ દિલ્હીના મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. પત્રમાં અણ્ણાએ લખ્યું હતું કે, તેઓ દિલ્હીની શરાબની દુકાનો બંધ કરે. તેમણે જણાવ્યું કે અરવિંમદ કેજરીવાલે સ્વરાજ પુસ્તકમાં મોટી મોટી વાતો કરી હતી. પરંતુ આચરણમાં એની અસર જોવા મળી નથી. જે રીતે શરાબનો નશો હોય છે તેમ સત્તાનો પણ નશો હોય છે. તમે પણ સત્તાના નશામાં ડૂબ્યા હોય એવું લાગી રહ્યું છે.
અણ્ણા હઝારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું ત્યારે અરવિંદ કેજરીવાલ પણ એમાં જોડાયા હતા. આંદોલનથી વેગળા થઈ આમ આદમી પાર્ટી બનાવી રાજકારણમાં પ્રહવેશ કર્યો અને દિલ્હીમાં સરકાર બનાવી.






