મુંબઈ, થાણે અને રાયગડમાં બેથી ત્રણ દિવસ તાપમાન વધવાની સાથે લૂ લાગવાની પણ શક્યતા છે. IMDના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણેય જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. મુંબઈમાં પાલિકા પ્રશાસને લોકોને લૂથી બચવા માટે તડકામાં વધુ ન નીકળવાની સલાહ આપી છે. જો કામસર નીકળવું પડે તો છત્રી લઈને નીકળવા જણાવ્યું છે. ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી પીવા કહ્યું છે.
સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તાપમાનમાં અચાનક થઈ રહેલા વધારાને કારણે અનેક રાજ્યોમાં લોકો ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રની રાજધાની સહિત અનેક જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ મંગળવાર, 16 એપ્રિલના મુંબઈનું તાપમાન 41 અંશ સુધી પહોંચે એવી શક્યતા છે. સોશિયલ મીડિયા પર હવામાન ખાતાના નિષ્ણાતે મુકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે આગામી 72 કલાક સુધી મુંબઈગરાઓએ સૌથી ખરાબ હવામાનનો સામનો કરવો પડશે. મુંબઈમાં 38થી 40 અંશ સેલ્સિયસ, થાણેમાં 42 અંશ સેલ્સિયસ, નવી મુંબઈ 41 અંઑશ અને કલ્યાણમાં 43 અંશ સેલ્સિયસની ઉપર જવાની શક્યતા છે.
મુંબઈમાં ભારે હીટવેવને કારણે ઉષ્ણતા સંબંધી બિમારીથી બચવા સવારે 11થી ચાર દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
Comments 1