મધ દરિયે લાવારિસ નૌકાની તલાસી લેતાં નશીલાં પદાર્થનો જથ્થો મળી આવ્યો
ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તલવાર એના રૂટિન મિશન પર પશ્ચિમી અરબી સમુદ્રમાં પહેરો ભરી રહ્યું હતું. ત્યારે એને ૧૩ એપ્રિલના ૪૨ દેશોના નૌકાદળ દ્વારા સ્થપાયેલા કમ્બાઈન તસ્ક ફોર્સ દ્વારા જાણકારી મળી કે દરિયામાં એક લાવારિસ બોટ ઊભી છે.જાણકારી મળી કે તુરંત યુદ્ધ જહાજ એ નૌકની શોધ માટે રવાના થયું.
દરિયામાં યુદ્ધ જહાજને એક મોટી બોટ ઊભેલી દેખાઈ. જહાજે બોટથી સુરક્ષિત અંતર રાખી એની ફરતે એક ચક્કર લગાવ્યું.પરંતુ બોટ પરથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં સ્પીડ બોટથી માર્કોસ કમાન્ડોને લાવારિસ બોટ પર મોકલવામાં આવ્યા. કમાન્ડોએ સાવધાનીપૂર્વક બોટ પર જઈ તપાસ કરી પણ ત્યાં કોઈ મળ્યું નહીં.
માર્કોસ કમાન્ડો એ ત્યારબાદ બોટની ઝીણવટભરી તપાસ કરતા એમાંથી ૯૪૦ કિલો કોન્ટ્રાબેન્ડ નાર્કોટિક્સ મળી આવ્યું. આ એકદમ હાઈ કવોલિટી ડ્રગ હોય છે જેની નશાની દુનિયામાં ભારે ડિમાન્ડ હોય છે. ડ્રગ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું એની કોઈ જાણકારી મળી નહોતી.
દૃગનો નિકાલ સીએમએફ એસઓપીના નિર્દેશ મુજબ થઈ રહ્યો છે.