• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

મેન્થા તેલ, સીપીઓમાં ઘટાડોઃ કોટન, રબરમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 49 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 111 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 69 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
January 18, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

એમસીએક્સ ડેઇલી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 96,873 સોદાઓમાં કુલ રૂ.8,527.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 49 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 111 પોઈન્ટની તેમ જ એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 69 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 39,127 સોદાઓમાં કુલ રૂ.2,473.59 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,950 અને નીચામાં રૂ.47,827 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 ઘટી રૂ.47,869ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.38,473 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.4,787ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,000 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,000 અને નીચામાં રૂ.61,672 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.134 ઘટી રૂ.61,764 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.132 ઘટી રૂ.62,038 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.143 ઘટી રૂ.62,038 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 26,042 સોદાઓમાં કુલ રૂ.1,843.23 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,298ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,379 અને નીચામાં રૂ.6,298 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.97 વધી રૂ.6,358 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.90 વધી રૂ.322.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 2,175 સોદાઓમાં રૂ.287.65 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.2,000 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,400 અને નીચામાં રૂ.16,344 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.68 વધી રૂ.16,371ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,112ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1112 અને નીચામાં રૂ.1111 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.1111.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.70 ઘટી રૂ.985.90 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.320 વધી રૂ.36,190 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,782 સોદાઓમાં રૂ.1,190.65 કરોડનાં 2,485.334 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 32,345 સોદાઓમાં કુલ રૂ.1,282.94 કરોડનાં 207.120 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,630 સોદાઓમાં રૂ.1,102.19 કરોડનાં 17,43,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,412 સોદાઓમાં રૂ.741.04 કરોડનાં 2,33,41,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 1,902 સોદાઓમાં રૂ.276.52 કરોડનાં 76125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 248 સોદાઓમાં રૂ.9.77 કરોડનાં 98.64 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.1.10 કરોડનાં 67 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ..22 કરોડનાં 20 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,376.580 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 670.331 ટન, એલ્યુમિનિયમમાં 16,005 ટન, જસત વાયદામાં 9,265 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,322.500 ટન, નિકલ વાયદામાં 7,078.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,240 ટન, ક્રૂડ તેલમાં 11,80,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,27,67,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 191425 ગાંસડી, મેન્થા તેલમાં 420.84 ટન, રબરમાં 57 ટન, સીપીઓમાં 36,310 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1,433 સોદાઓમાં રૂ.127.10 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 466 સોદાઓમાં રૂ.37.65 કરોડનાં 535 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 870 સોદાઓમાં રૂ.81.76 કરોડનાં 924 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 97 સોદામાં રૂ.7.69 કરોડનાં 97 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,676 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,542 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 259 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,095ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,100 અને નીચામાં 14,051ના સ્તરને સ્પર્શી, 49 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ ઘટી 14,069ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,674ના સ્તરે ખૂલી, 111 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 67 પોઈન્ટ વધી 17,709ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,320ના સ્તરે ખૂલી, 69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 95 પોઈન્ટ વદી 6,375ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 15,417 સોદાઓમાં રૂ.1,449.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.248.97 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.34.46 કરોડ અને બિનલોહ ધાતુઓમાં તાંબુ અને નિકલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1.23 કરોડનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટ્સના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં 14,350 સોદાઓમાં રૂ.1,143.54 કરોડનાં 17,57,700 બેરલનાં કામકાજ થયાં હતાં, જ્યારે નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં કામકાજના પ્રારંભના બીજા દિવસે 439 સોદાઓમાં રૂ.21.35 કરોડનાં 6,38,750 એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી

લાઇવ અપડેટ માટે આ લિન્ક પર ક્લિક કરો

 

Tags: GoldSilverચાંદીસોનુ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કોટન વાયદાને રદ્દ કરવા માટે મૂલ્ય શ્રૃંખલાના કેટલાંક સહભાગીઓ દ્વારા ગેરવાજબી માગ

કોટન વાયદાને રદ્દ કરવા માટે મૂલ્ય શ્રૃંખલાના કેટલાંક સહભાગીઓ દ્વારા ગેરવાજબી માગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com