કોટન કોન્ટ્રેક્ટ પરના તાજા કિસ્સામાં દબાણ કરતા જૂથો ઘણા વર્ષો બાદ કોટનના ઊંચા ભાવ મળી રહ્યા છે
ત્યારે ખેડૂતોને ભોગે તેને રદ કરવા મથી રહ્યા છે
તાજેતરના ભૂતકાળમાં, જે લોકો જેઓ પારદર્શક ભાવ ઇચ્છતા નથી અને ભાવની અસ્પષ્ટતાથી વૃદ્ધિ કરવા માગે છે તેવા વેલ્યુ ચેઇનના એક એવા વર્ગ દ્વારા કૃષિ કોમોડિટીઝ પરના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને સ્થગિત કરવાની માંગણી કરવામાં આવી છે. તેમની માગણીનો કોઇ આધાર નથી અને તેઓ પાસે પ્રાયોગિક પૂરાવાઓ નથી. એમસીએક્સ પરના કોટન કોન્ટ્રેક્ટ પરના તાજા કિસ્સામાં દબાણ કરતા જૂથો ઘણા વર્ષો બાદ કોટનના ઊંચા ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભોગે તેને રદ કરવા મથી રહ્યા છે.
વિશ્વભરના કોમોડિટી એક્સચેન્જો કાર્યક્ષમ બજાર વર્તણૂંકના સિદ્ધાંતો પર કાર્ય કરે છે, જે દરેક સહભાગીને જાહેરમાં ઉપલબ્ધ ડેટા/માહિતી સાથે સુમાહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ પ્રકારની માહિતી આત્મસાત કરેલી હોય છે, જે વિવિધ રાજ્ય, કેન્દ્ર સરકારના સત્તાવાળાઓ, આંતરરાષ્ટ્રીય ન્યૂઝવાયર્સ અને અન્ય સ્ત્રોતો દ્વારા જારી કરવામાં આવેલા દૈનિક અપડેટ્સ અથવા સાપ્તાહિક/માસિક ડેટા અંદાજો આધારિત હોઇ શકે છે. એક કાર્યક્ષમ બજાર, જ્યાં ભાવ એક સંકેત હોવાથી, જવલ્લેજ જ ઉપલબ્ધ સ્ત્રોતોની શ્રેષ્ઠ ફાળવણીની ખાતરી કરે છે. એમસીએક્સ ખાતે અમે મુક્ત, પારદર્શક અને કાર્યક્ષમ ભાવ શોધ તેના હાજર જોખમ સંચાલન પગલાંઓને ધ્યાનમાં લઇને એક્સચેન્જ પર પૂરા પાડવા માટેની અમારી જવાબદારીથી વાકેફ છીએ. આ સંજોગોમાં, અમને એ વાતથી આશ્ચર્ય થયું છે કે ચોક્કસ પ્રકારના દબાણ જૂથો એક્સચેન્જ પર કોટન કોન્ટ્રેક્ટને રદ કરવા માટે કામ કરી રહ્યા છે. તેથી અમે કોટનના માગ અને પુરવઠાની મૂળભૂત બાબતો, વિવિધ માન્યતાઓ અને વાસ્તવિકતાઓ અને તર્ક તમામ હિસ્સાધારકો સમક્ષ રજૂ કરવાનું યોગ્ય માન્યુ છે કે શા માટે કોન્ટ્રેક્ટ ભારતની વૃદ્ધિ અને વિકાસના આ નિર્ણાયક તબક્કે રદ ન કરવો જોઇએ.
એ. કોટનનાં ફંડામેન્ટલ્સ
- ઘરેલું પુરવઠાની ચિંતાઓ
કમોસમી વરસાદ: લણણી પર પ્રતિકૂળ અસર
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI)એ વર્ષ 2021-22 માટે કોટનનો પાક 1લી ઓક્ટોબર 2021થી 360.13 લાખ ગાંસડી અને 30 નવેમ્બર, 2021ના રોજ 170 કિલોગ્રામના 75 લાખ ગાંસડીનું નીચા પ્રારંભિક સ્ટોક સાથેનું અનુમાન લગાવ્યુ હતુ. જોકે, કમોસમીના કારણે મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન વરસાદ, બજારના સહભાગીઓ 2021-22 માટે કોટનનું વાસ્તવિક ઉત્પાદન 330-335 લાખ ગાંસડીની રેન્જમાં રહેવાની અપેક્ષા રાખે છે.
સિઝન 2020-21 અને 2021-22 માટે ભારતીય કોટન બેલેન્સ શીટ
(અંદાજિત30 નવેમ્બર, 2021ના રોજ) |
||
(લાખ ગાંસડીઓમાં) | ||
વિગત | 2021-22 | 2020-21 |
પુરવઠો | ||
ખૂલતો સ્ટોક | 75.00 | 125.00 |
પાક | 360.13 | 353.00 |
આયાતો | 10.00 | 10.00 |
કુલ પુરવઠો | 445.13 | 488.00 |
માગ | ||
મિલનો વપરાશ | 292.00 | 292.00 |
એસએસઆઈ યુનિટ્સ દ્વારા વપરાશ | 25.00 | 25.00 |
મિલ સિવાયનો વપરાશ | 18.00 | 18.00 |
કુલ સ્થાનિક માગ | 335.00 | 335.00 |
ઉપલબ્ધ સરપ્લસ | 110.13 | 153.00 |
નિકાસો | 48.00 | 78.00 |
બંધ સ્ટોક | 62.13 | 75.00 |
સ્રોતઃ સીએઆઈ |
ગુણવત્તાની ચિંતાઓ
લણણી ઉપરાંત, કમોસમી વરસાદે ગુણવત્તાની ચિંતાઓ પણ ઊભી કરી છે, જે ગુણવત્તાયુક્ત કોટનની માંગમાં વધારો કરી રહી છે. ખેડૂતો તેમના ઉત્પાદનના સારા ભાવની અપેક્ષાએ સારી ગુણવત્તાવાળા કોટનને પકડી રાખતા હોવાનું પણ જાણવા મળે છે.
નીચો પ્રારંભિક સ્ટોક
વધતા વૈશ્વિક વપરાશને કારણે નિકાસની માંગને પગલે 2020-21 માટે 125 લાખ ગાંસડીની સામે 2021-22 માટે ઝડપી ઘટીને 75 લાખ ગાંસડીના નીચા પ્રારંભિક સ્ટોકને કારણે પુરવઠા પર પણ પ્રતિકૂળ અસર થઈ છે.
કોટનનું વાવેતર વિસ્તાર સંકોચન
નવેમ્બરમાં કોટનના ઉત્પાદન અને વપરાશ અંગેની સમિતિ (COCPC) મુજબ, કેલેન્ડર વર્ષ 2021-22 માટે કોટનની વાવણીનો વાવેતર વિસ્તાર (કામચલાઉ) અગાઉના વર્ષના 130.07 લાખ હેક્ટરની તુલનાએ 7.2% ઘટીને 120.69 લાખ હેક્ટર થયો હતો.
મંડીઓમાં ઓછી આવક
ચાલુ પાક વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન આવકમાં 37%નો ઘટાડો નોંધાયો હતો. જો કે, નવેમ્બર 2021થી મંડીઓમાં આવક સુધરતા ભાવમાં ઘટાડાનુ વલણ શરૂ થયુ હતુ.
વર્ષ 2020 | વર્ષ 2021 | ફેરફાર | વધઘટ %માં | ||
મહિનો | લાખ ગાંસડીઓ | મહિનો | લાખ ગાંસડીઓ | ||
ડિસે.-20 | 106.28 | ડિસે.-21 | 47.24* | -59.04 | -56 |
નવે.-20 | 64.41 | નવે.-21 | 46.64 | -17.77 | -28 |
ઓક્ટો-20 | 27.16 | ઓક્ટો.-21 | 31.12 | 3.96 | 15 |
કુલ | 197.85 | કુલ | 125.00 | -72.85 | -37 |
સપ્ટે.-20 | 6.10 | સપ્ટે.-21 | 0.94 | -5.16 | -85 |
ઓગ.-20 | 8.50* | ઓગ.-21 | 3.45 | -5.05 | -59 |
કુલ | 14.60 | કુલ | 4.39 | -10.21 | -70 |
સ્રોતઃ કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ). * વેપારના અંદાજો; 1 ગાંસડી = 170 કિ.ગ્રા.. |
- વૈશ્વિક અને સ્થાનિક માંગની સ્થિતિ
વૈશ્વિક માંગમાં સુધારો
યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ)ના અંદાજ મુજબ, અગાઉની સિઝનની તુલનાએ, ચાલુ વર્ષે કોટનની વૈશ્વિક માંગમાં વધારો થયો છે. સિઝન 2020-21 અને 2021-22 માટે વૈશ્વિક કોટનની માંગ અને પુરવઠા માટે યુએસડીએના અંદાજો નીચે દર્શાવેલ છે:
એકમ ‘000′ મે.ટનમાં | 2020-21 | 2021-22 | વધઘટ %માં | અસર |
ભારતનું ઉત્પાદન | 6,009 | 6,096 | 1.4 | ઊંચું ઉત્પાદન |
ભારતનો વપરાશ | 5,443 | 5,617 | 3.2 | ઊંચો વપરાશ |
ભારતનો અંતિમ સ્ટોક | 2,926 | 2,360 | -19.3 | નીચો અંતિમ સ્ટોક |
વૈશ્વિક ઉત્પાદન | 24,321 | 26,468 | 8.8 | ઊંચું ઉત્પાદન |
વૈશ્વિક વપરાશ | 26,328 | 27,057 | 2.8 | ઊંચો વપરાશ |
વૈશ્વિક અંતિમ સ્ટોક | 19,286 | 18,666 | -3.2 | નીચો અંતિમ સ્ટોક |
સ્રોતઃ યુએસડીએ, 9 ડિસેમ્બર, 2021ના અંદાજો |
પોલિએસ્ટર યાર્નના ઊંચા ભાવ
ક્રૂડ ઓઇલની આડપેદાશ અને કોટનનો નજીકનો પર્યાય એવા પોલિએસ્ટર યાર્નના ભાવ તાજેતરના ભૂતકાળમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા જતા વધ્યા છે. કોટનના સસ્તા વિકલ્પની ગેરહાજરીએ વૈશ્વિક કોટનના ભાવને ટેકો આપ્યો હતો.
કોટનની નિકાસમાં વધારો
ભારતની કાપડની નિકાસ, જેમાં કોટન યાર્ન/ફેબ્રિક્સ/મેડ-અપ્સ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે તેની નિકાસ નવેમ્બર 2021માં નોંધપાત્ર 40.72 ટકા વધીને 1.227 બિલિયન ડોલર થઇ છે, જે અગાઉના વર્ષના સમાન મહિનામાં 872.55 મિલિયન ડોલર હતી એમ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ મર્ચેન્ડાઇઝ ટ્રેડ પરનો પ્રાથમિક ડેટા જણાવે છે.
બી. માન્યતાઓ અને વાસ્તવિકતાઓ
માન્યતા 1: એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ (ઇટીસીડી) વધુ પડતી અટકળો પર આધારિત છે.
વાસ્તવિકતા: એમસીએક્સ કોટન કોન્ટ્રાક્ટ એ શરૂઆતથી જ ફરજિયાત ડિલિવરીવાળો કોન્ટ્રાક્ટ છે અને બજારના સહભાગી તેમના ફિઝીકલ માર્કેટની જરૂરિયાતોને આધારે એક્સચેન્જ પર ડિલિવરી લે છે અથવા આપે છે અથવા પ્રવર્તમાન હાજર ભાવ અને લોજિસ્ટિક્સ અને ટ્રાન્ઝેક્શન ખર્ચના આધારે ફિઝીકલ માર્કેટ તરફ દ્રષ્ટિ નાખવાનું પસંદ કરે છે. વાસ્તવમાં આ સમાપ્તિ પર હાજર અને વાયદા કન્વર્જન્સની ખાતરી આપે છે.
- હેજર્સ તરફથી સક્રિય ભાગીદારી
મૂલ્ય શ્રૃંખલામાં હિસ્સેદારોનો એક મોટો વર્ગ જેમ કે ઉત્પાદકો, જિનર્સ, મિલરો, નિકાસકારો વગેરે સક્રિયપણે સોદા કરે છે અને તેમની હેજિંગ જરૂરિયાતો માટે એક્સચેન્જ પર ભાવ શોધ પ્રક્રિયામાં ભાગ લે છે.
નાણાકીય વર્ષ | ઓપન ઈન્ટરેસ્ટ (ગાંસડીમાં) | કોટનના વાયદામાં વિભાગવાર ઓપન ઈન્ટરેસ્ટ | |
% એફપીઓ*/વીસીપી**/ હેજર્સ | |||
ખરીદ | વેચાણ | ||
નાણાકીય વર્ષ 2020-21# | 1,10,735.46 | 40.91 | 53.11 |
નાણાકીય વર્ષ 2021-22## | 1,51,571.62 | 40.80 | 52.00 |
નોંધ:
# નાણાકીય વર્ષ 20-21 માટે દૈનિક ખુલાસાથી સરેરાશ (જૂન ’20 થી) ## નાણાકીય વર્ષ 21-22 માટે દૈનિક ખુલાસાથી સરેરાશ (એપ્રિલ ’21 થી જાન્યુઆરી 6, 2022) વિનિમય સભ્યો દ્વારા ઉપરોક્ત સમયગાળા માટે ખેડૂતો/એફપીઓ, વીસીપી/હેજર્સને લગતા સમયાંતરે પૂરા પાડવામાં આવેલા વર્ગીકરણના આધારે. *ખેડૂત ઉત્પાદક સંગઠનો ** વેલ્યુ ચેઇન સહભાગીઓ |
કાર્યક્ષમ ડિલિવરીની કાર્યપદ્ધતિ
વર્ષોથી, એક્સચેન્જ નોંધપાત્ર ડિલિવરીનું સાક્ષી રહ્યું છે, જે તેની કાર્યક્ષમ ડિલિવરી કાર્યપદ્ધતિનો પુરાવો છે. અગાઉના પાક વર્ષ દરમિયાન, કોવિડ-19 લોકડાઉન પ્રતિબંધો છતાં, એક્સચેન્જે એમસીએક્સ કોટન વાયદા કોન્ટ્રાક્ટ્સમાં નોંધપાત્ર વોલ્યુમ અને ડિલિવરી હાંસલ કરી હતી અને વીસીપી માટે કાર્યક્ષમ ટ્રેડિંગ/ડિલિવરી પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતુ. વર્તમાન સિઝન (ઓક્ટો. 21-સપ્ટે. 22)માં પણ પ્રથમ ત્રણ એક્સપાયરીઓમાં એક્સચેન્જ પર મજબૂત ડિલિવરી જોવા મળી હતી.
એમસીએક્સ કોટન ડિલિવરી (ગાંસડીમાં)
(ઓક્ટોબર-સપ્ટેમ્બર સિઝન) |
|
2016-17 | 96,200 |
2017-18 | 1,86,600 |
2018-19 | 3,98,600 |
2019-20 | 2,31,975 |
2020-21 | 3,13,450 |
2021-22* | 63,225 |
* ડિસેમ્બર’21 સુધી
સ્રોતઃ એમસીએક્સસીસીએલ |
એમસીએક્સ કોટન ડિલિવરી (ગાંસડીમાં) | |||
2019-20 | 2020-21 | 2021-22 | |
ઓક્ટોબર | 100 | 2,475 | 8,425 |
નવેમ્બર | 3,900 | 20,675 | 23,550 |
ડિસેમ્બર | 14,400 | 31,325 | 31,250 |
સ્રોતઃ એમસીએક્સસીસીએલ |
નોંધપાત્ર ઓપન ઇન્ટરેસ્ટ
એક્સચેન્જ પરના વોલ્યુમની સામે નીચે દર્શાવેલ નોંધપાત્ર ઓપન ઈન્ટરેસ્ટ પણ કોટન કોન્ટ્રાક્ટમાં હેજિંગ ઈન્ટરેસ્ટનું ઉદાહરણ આપે છે.
એમસીએક્સ કોટન ટર્નઓવર, વોલ્યુમ અને ઓપન ઈન્ટરેસ્ટ (સરેરાશ) | |||
મહિનો | સરેરાશ દૈનિક ટર્નઓવર (લોટ્સ) | સરેરાશ ઓપન ઈન્ટરેસ્ટ (લોટ્સ) | સરેરાશ દૈનિક ટર્નઓવર (કરોડ રૂ.માં) |
એપ્રિલ’ 21 | 2,245 | 9,011 | 121.66 |
મે’21 | 1,886 | 8,889 | 105.38 |
જૂન’21 | 1,775 | 7,656 | 107.32 |
જુલાઈ-21 | 1,583 | 6,769 | 102.91 |
ઓગસ્ટ’21 | 985 | 3,683 | 64.88 |
સપ્ટે.’21 | 644 | 2,169 | 42.77 |
ઓક્ટો.’21 | 2,140 | 4,917 | 163.54 |
નવે.’21 | 2,326 | 5,321 | 187.38 |
ડિસે.’21 | 2,341 | 6,093 | 188.33 |
1 લોટ = 25 ગાંસડી; સ્રોતઃ એમસીએક્સ |
માન્યતા 2: સ્થાનિક ભાવો આંતરરાષ્ટ્રીય ભાવોથી અલગ હોય છે
વાસ્તવિકતા: કોટનના ભાવ માત્ર ભારતમાં જ વધ્યા નથી, પરંતુ તે વૈશ્વિક ભાવને કારણે પણ વધ્યા છે, જે આંતરરાષ્ટ્રીય પુરવઠા અને માંગની મૂળભૂત બાબતોને પ્રતિબિંબિત કરે છે. ICE (US)ના ભાવો સાથે લગભગ 90% એમસીએક્સ કોટન કોન્ટ્રેક્ટના ભાવ સહસંબંધની ઊંચી માત્રા વૈશ્વિક બજારો સાથેના આપણા જોડાણને પ્રાઇસ ટેકર (ભાવ લેનાર) તરીકે દર્શાવે છે. નીચે આપેલા કોષ્ટકમાં આપેલા વૈશ્વિક બજારના ભાવોની તુલનામાં સ્થાનિક બજારના ભાવો પરથી આ પૂરાવો સ્પષ્ટ થાય છે.
મહિનો/ વર્ષ |
સરેરાશ MCX ફ્યુચર્સ ભાવ
(29 મિ. સ્ટેપલ લેન્થ) |
સરેરાશ ICE US (પેરિટી) ફ્યુચર્સ ભાવ
(27.4 મિ સ્ટેપલ લેન્થ) |
|||
ગાંસડીદીઠ રૂ. | ભાવ ફેરફાર (%) | ગાંસડદીઠ રૂ. | ભાવ ફેરફાર (%) | ||
ડિસે. ‘17 | 19,518 | 18,820 | |||
ડિસે. ‘18 | 21,565 | 10.49 | 21,036 | 11.77 | |
ડિસે. ‘19 | 19,201 | -10.96 | 18,407 | -12.50 | |
ડિસે. ‘20 | 20,202 | 5.21 | 21,266 | 15.54 | |
ડિસે. ‘21 | 32,015 | 58.47 | 31,585 | 48.52 | |
સ્રોતઃ એમસીએક્સ રિસર્ચ |
માન્યતા 3: વાયદાના વેપારને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે
વાસ્તવિકતા: કોટન એ વૈશ્વિક કોમોડિટી છે. વિશ્વના અનેક દેશોમાં તેનું ઉત્પાદન, સોદા અને વપરાશ થાય છે. કોટન ડેરિવેટિવ્ઝ જેમ કે, વૈશ્વિક બેન્ચમાર્ક કોમોડિટી એક્સચેન્જો જેમ કે ICE (યુએસ), ઝેંગઝોઉ કોમોડિટી એક્સચેન્જ, ચીન વગેરેમાં વાયદા અને ઓપ્શન્સનાં વ્યાપકપણે સોદા થાય છે. ભારત કોટનનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે. મોટા ઉત્પાદક તરીકે આટલી પ્રબળ સ્થિતિ હોવા છતાં, વૈશ્વિક ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ભારતનો હિસ્સો નજીવો છે. જો કે ભારતીય બજારના ફંડામેન્ટલ્સ વૈશ્વિક ભાવોને અસર કરે છે, તેમ છતાં ભારત વાસ્તવમાં કોટનના વૈશ્વિક બજારમાં ભાવ લેનાર છે.
કોમોડિટી એક્સચેન્જ | કેલેન્ડર વર્ષ 2019
(મે. ટનમાં) |
કેલેન્ડર વર્ષ 2020
(મે.ટનમાં) |
કેલેન્ડર વર્ષ 2021
(મે.ટનમાં) |
ઝેડસીઈ, ચીન | 3,19,856 | 5,41,692 | 5,67,113 |
આઈસીઈ, યુએસ | 1,91,906 | 1,88,794 | 1,92,816 |
એમસીએક્સ, ભારત | 3,593 | 1,360 | 2,066 |
ભારતનો હિસ્સો | 0.70% | 0.19% | 0.27% |
સ્રોતઃ ફ્યૂચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિયેશન અને વેબસાઈટ્સ |
માન્યતા 4: સ્થાનિક બજારમાં નીચા માર્જિન
વાસ્તવિકતા: સ્થાનિક એક્સચેન્જોમાં લાદવામાં આવેલા માર્જિન તેમના વૈશ્વિક સમકક્ષોની સરખામણીમાં સામાન્ય રીતે વધુ હોય છે. હાલમાં, એમસીએક્સ પર લાગુ કરેલ માર્જિન ~11.5% (12 જાન્યુઆરી 2022થી 14.5%) છે જ્યારે આઈસીઈ યુએસ પર લગભગ 6% અને ઝેંગઝોઉ કોમોડિટી એક્સચેન્જ (ઝેડસીઈ) પર 10% છે.
માન્યતા 5: વાયદા કોન્ટ્રાક્ટ માત્ર થોડા જ લોકોને સંતોષે છે
વાસ્તવિકતા: દરેક સત્રમાંમાં લોન્ચ થાય તે પહેલાં કોન્ટ્રેક્ટની સમીક્ષા કરવામાં આવે છે અને પ્રોડક્ટ સલાહકાર સમિતિ, જેમાં ઉદ્યોગના નિષ્ણાતો અને મૂલ્ય શ્રૃંખલાના તમામ વર્ગોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, તેઓ કોટનના વાયદાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા વર્ષમાં ઓછામાં ઓછા બે કે તેથી વધુ વખત મળે છે. તાજેતરમાં, નવેમ્બર 2021થી અસરમાં આવેલા કોટન કોન્ટ્રેક્ટમાં અન્યો ઉપરાંત કલર ગ્રેડ માટે આરડી મૂલ્ય ઉમેરવા માટે સુધારો કરવામાં આવ્યો હતો. આવા ફેરફારો માટે પ્રોત્સાહક પ્રતિસાદ આ સિઝન દરમિયાન ઉપર બતાવ્યા પ્રમાણે, મજબૂત ડિલિવરીથી સ્પષ્ટ થાય છે.
સી. કોટનના વાયદાનું સસ્પેન્શન શા માટે નુકસાનકારક છે
ખેડૂતો, નુકસાનકર્તા
ઘણા વર્ષો પછી, ખેડૂતોને પ્રથમ વખત ઊંચા ભાવને કારણે ફાયદો થયો છે, જે ફંડામેન્ટલ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. તે નોંધવું મહત્વપૂર્ણ છે કે પાંચ વર્ષથી વધુ સમયથી કોટનના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા, જેના કારણે ખેડૂતોને પ્રતિકૂળ અસર થઈ રહી હતી. દુર્ભાગ્યે, સતત નીચા ભાવો, અને તેથી દબાયેલી આવક અને દેવાના બોજને કારણે ઘણા ખેડૂતોને આત્મહત્યા કરવા સહિતના કડક પગલાં લેવાની ફરજ પડી હતી. 2020ના અહેવાલમાં, ગૃહ મંત્રાલયના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)માં 2019 અને 2020માં અનુક્રમે 5,957 અને 5,579 ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું દર્શાવ્યુ હતું.
મહિનો, વર્ષ | સરેરાશ હાજર ભાવ, રાજકોટ (ગાંસડીદીઠ રૂ.માં) |
જાન્યુ. ‘17 | 19,947.62 |
જાન્યુ. ‘18 | 19,796.82 |
જાન્યુ. ‘19 | 20,830.87 |
જાન્યુ. ‘20 | 19,234.78 |
જાન્યુ. ‘21 | 20,863.50 |
જાન્યુ. ‘22* | 35,132.00 |
* 7 જાન્યુ.’22 સુધી
સ્રોતઃ એમસીએક્સસીસીએલ |
કોટન એ આવશ્યક ચીજવસ્તુ નથી
ભારત કોટનનો ચોખ્ખો નિકાસકાર છે અને તેના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ સાથે ચાલી રહ્યા છે. વધુમાં, કોટન આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં નથી અને કોમોડિટીમાં કોઈપણ સસ્પેન્શન અનિચ્છનીય આર્થિક પરિણામો તરફ દોરી શકે છે.
સંદેશાવાહકનું મારણ, ભાવ પારદર્શિતાને નષ્ટ કરે છે અને માત્ર અમુક નિહિત હિતોની તરફેણ કરે છે.
એક્સચેન્જ એ માત્ર એક કાર્યક્ષમ ભાવ શોધ પ્લેટફોર્મ છે જે બજારના સહભાગીઓના લાભ માટે હેજિંગની તક પૂરી પાડે છે અને સતત પારદર્શક ભાવોનો પ્રસાર કરે છે. વાયદા બજાર એક સંદેશાવાહક જેવું છે. તેથી, સંદેશાવાહકનો નાશ કરવાનો કોઈ અર્થ નથી.
બજારોને કામ કરવાની મંજૂરી ન આપીને, આવા જૂથોનો ઉદ્દેશ્ય પારદર્શક ભાવો ખેડૂતોને અનુપલબ્ધ બનાવવાનો છે અને નિષ્ક્રિય બજારોને કારણે થતી અસ્પષ્ટતામાંથી લાભ મેળવવાનો છે. હેજિંગ વિનાના એવા લોકો છે જેઓ ખરેખર ઊંચા ભાવના જોખમના સંપર્કમાં આવી રહ્યા છે. આ સહભાગીઓના નફાના માર્જિનને ઓછો કરવાને કારણે તેઓ રદ કરવા માટે બૂમ પાડી રહ્યા છે.
ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સનો ઉદ્દેશ્ય ભાવની અસ્થિરતાથી રક્ષણ કરવાનો છે અને જે જૂથોએ એક્સચેન્જમાં તેમના જોખમને હેજ કરવું જોઈએ તેઓ રક્ષણાત્મક નાણાકીય ઈન્સ્ટ્રુમેન્ટ એવા કોટન કોન્ટ્રાક્ટને રદ કરવા માટે દાવો કરી રહ્યા છે તે દુઃખની વાત છે.
અવિરત વૈશ્વિક બજારો
ભારત માત્ર ભાવ લેનાર છે અને વૈશ્વિક ડેરિવેટિવ્ઝ માર્કેટના માત્ર એક નાના અંશ (<1%)નું પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય બજારો બંધ હોય તો પણ વૈશ્વિક બજારોમાં સોદા રાબેતા મુજબ ચાલુ રહેશે. પરિણામે, ભારતમાં કોટનના વાયદાને રદ કરવાથી માત્ર ઘરેલુ સહભાગીઓને ખાસ કરીને નાના અને મધ્યમ વીસીપી અને ઉત્પાદકોને વૈશ્વિક ભાવ શોધ પ્રક્રિયામાં ભાગ લેવાથી વંચિત કરે છે અને તેઓને ભાવના જોખમોથી સંપૂર્ણ રીતે ખુલ્લા બનાવે છે. બીજી તરફ, વૈશ્વિક બજારોમાં હેજિંગ કરતી ઘણી મોટી સ્થાનિક સંસ્થાઓ નાના અને મધ્યમ ખેલાડીઓની તુલનામાં સ્પર્ધાત્મક રીતે આગળ વધે છે.
ડી. દરેક હિસ્સાધારકોની વિચારણા માટે
ભારતની ઘણી કોમોડિટીઝમાં વૈશ્વિક બજારમાં ભાવ નિર્ધારક (‘મેક ઈન ઈન્ડિયા’) બનવાની ઈચ્છા હોવાથી, જ્યાં ભારત મુખ્ય ઉત્પાદક અથવા ઉપભોક્તા છે, આપણે તેનું પાલન કરીને લઘુત્તમ હસ્તક્ષેપ સાથે “લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસન” ના સિદ્ધાંત પર મુક્ત બજારની વૃદ્ધિ અને વિકાસને પોષવાની જરૂર છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય મંચો દ્વારા મુક્ત બજારમાં કોઈપણ હસ્તક્ષેપને સુશાસનની પ્રથા તરીકે જોવામાં આવતી નથી. તેથી, કોઈ મજબૂત કારણ અને વ્યાપક પરામર્શ વિના સસ્પેન્શનના આવા કોઈપણ પગલાં સિસ્ટમમાં બજારના સહભાગીઓના વિશ્વાસને હચમચાવી નાખશે.
ઉપરોક્ત દર્શાવાયેલી વિગતોના સંદર્ભમાં, સમજદાર સત્તાવાળાઓએ ઉપરોક્ત હકીકતોની પ્રશંસા કરવા અને કોટન ઇકો-સિસ્ટમમાં તમામ હિસ્સેદારોના શ્રેષ્ઠ હિતમાં આગળની કાર્યવાહી નક્કી કરવી જોઈએ.