ડેઈલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,06,614 સોદાઓમાં કુલ રૂ.15,860.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11514.12 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4280.06 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,04,112 સોદાઓમાં કુલ રૂ.5,012.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,549ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,741 અને નીચામાં રૂ.50,484 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12 વધી રૂ.50,606ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.40,422 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.5,019ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,580ના ભાવે ખૂલી, રૂ.13 ઘટી રૂ.50,595ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.59,513ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,800 અને નીચામાં રૂ.59,078 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.331 ઘટી રૂ.59,173 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.344 ઘટી રૂ.59,489 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.322 ઘટી રૂ.59,548 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,340 સોદાઓમાં રૂ.2,818.65 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.209.05 અને જસત જૂન વાયદો રૂ.5.40 ઘટી રૂ.305ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.4.05 ઘટી રૂ.691.90 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.6.40 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 41,971 સોદાઓમાં કુલ રૂ.3,509.75 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,155ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,331 અને નીચામાં રૂ.8,132 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.91 વધી રૂ.8,313 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 ઘટી રૂ.492 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,665 સોદાઓમાં રૂ.173.06 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,960ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.45,480 અને નીચામાં રૂ.42,960 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.880 વધી રૂ.45,070ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 વધી રૂ.1019.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,660.93 કરોડનાં 3,282.238 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,351.73 કરોડનાં 559.012 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,163.90 કરોડનાં 14,15,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,346 કરોડનાં 47861250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.151.46 કરોડનાં 36575 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.21.60 કરોડનાં 207.72 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,752.654 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 907.760 ટન, ક્રૂડ તેલમાં 543500 બેરલ અને નેચરલ ગેસમાં 6897500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 50875 ગાંસડી, મેન્થા તેલમાં 564.84 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.65.92 કરોડનાં 925 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,237ના સ્તરે ખૂલી, 31 પોઈન્ટ ઘટી 14,222ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.4,280.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.211.17 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.183.26 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,232.71 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.652.01 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.139.30 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.184 ખૂલી, ઊપરમાં રૂ.184 અને નીચામાં રૂ.129 રહી, અંતે રૂ.16.70 વધી રૂ.172.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.41.70 ખૂલી, ઊપરમાં રૂ.44.60 અને નીચામાં રૂ.33.60 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.43.35 થયો હતો. સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.588 ખૂલી, ઊપરમાં રૂ.669 અને નીચામાં રૂ.575 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.607.50 થયો હતો. સોનું-મિની જૂન રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.52.50 ખૂલી, ઊપરમાં રૂ.78 અને નીચામાં રૂ.4 રહી, અંતે રૂ.58.50 ઘટી રૂ.10 થયો હતો. ચાંદી જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6 ખૂલી, ઊપરમાં રૂ.9.50 અને નીચામાં રૂ.1 રહી, અંતે રૂ.5 ઘટી રૂ.1.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.340.10 ખૂલી, ઊપરમાં રૂ.353 અને નીચામાં રૂ.281.70 રહી, અંતે રૂ.30.80 ઘટી રૂ.288.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22 ખૂલી, ઊપરમાં રૂ.30 અને નીચામાં રૂ.20.25 રહી, અંતે રૂ.2.30 વધી રૂ.21.45 થયો હતો. ચાંદી જૂન રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.90 ખૂલી, ઊપરમાં રૂ.198 અને નીચામાં રૂ.32 રહી, અંતે રૂ.1.50 ઘટી રૂ.128.50 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.499.50 ખૂલી, ઊપરમાં રૂ.530 અને નીચામાં રૂ.475 રહી, અંતે રૂ.12 વધી રૂ.500 થયો હતો. ચાંદી-મિનીઓગસ્ટ રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,400 ખૂલી, ઊપરમાં રૂ.1,750 અને નીચામાં રૂ.1,210 રહી, અંતે રૂ.252.50 વધી રૂ.1,601 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી