રાયગઢ જિલ્લાના ખાલાપુરમાં સ્થિત મોન્ટેરિયા વિલેજ, મુંબઈ અને પુણેથી માત્ર બે કલાકના અંતરે આવેલું એક નાનકડું પરંતુ વીક-ઍન્ડમાં ‘કબિલા’નો અનુભવ કરાવે છે. વણઝારા (કબિલા)થી પ્રેરિત, ‘ધ કબિલા’ એ શહેરના વ્યસ્ત જીવનથી દૂર તમને એક ભટકતી અને વિચરતી જાતિ વણઝારા જેવા જીવનનો અનુભવ કરાવવાનો એક પ્રયાસ છે. સામાન્ય જીવન અને આધુનિક જીવન વચ્ચેના સંપૂર્ણ સંતુલન સાથેનું સુંદર સ્થળ છે જે શારીરિક અને માનસિક થાકને દૂર કરીને તમારી એનર્જીને રિચાર્જ કરવા માટેનું આદર્શ સ્થળ છે. જેમાં કબિલા પદ્ધતિ મુજબ સંપૂર્ણ ગ્રામીણ વાતાવરણ વચ્ચે 50 તંબુઓ આવેલા છે. મોન્ટેરિયા વિલેજમાં ધનવન્તરી ગાર્ડન ખાતે અમારા નિષ્ણાત સ્ટાફની મદદથી ખેતી કરવા અને જમીન ખેડવાનો અનુભવ પણ માનવંતા મહેમાનો મેળવી શકે છે.
મોન્ટેરિયા રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાહી વાઘાણી જણાવ્યું કે, “કબિલા એ મહેમાનોને આપણાં દેશના ગામડાનો અનુભવ પ્રદાન કરે છે. આ સ્થળ તમને રોજબરોજના વ્યસ્ત શહેરી તાણભર્યા જીવનથી દૂર લઈ જવાની સાથે તમને તન-મનને શાંતિ અપાવતા વણઝારા સમુદાયની જીવનપદ્ધતિની સાથે તમને ગ્રામીણ વિસ્તારનો અનુભવ કરાવે છે. અહીના તંબુની આસપાસ શાંતિ સાથે રહેવાથી માંડી વૃક્ષોની ડાળીએ લટકતા ઝૂલા પર આરામ ફરમાવો, કબિલા ખાતે પ્રકૃતિની સુંદરતામાં ખોવાઈ જવા અને જીવનની સોનેરી ક્ષણોને ફરીથી જીવંત કરવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મોન્ટેરિયા વિલેજ ખાતેની મુલાકાત એટલે તાજગીભર્યા અનુભવ સાથે પ્રાચીન ગામડાઓની સંસ્કૃતિ અને સ્મૃતિઓનો અનોખો સમન્વય એટલે કબિલા.
કબિલા ખાતે કરવા જેવી પ્રવૃત્તિઓ એટલે… આ ગામડામાં પગપાળા પ્રવાસ કરો. એકવાર તમે કેમ્પ સાઇટ પર સેટ થયા બાદ, અહીંના ગ્રામીણ વાતાવરણનો અનુભવ કરવા માટે ગામમાં પગપાળા લટાર મારવી એ ખૂબ જ આનંદ આપનારી પ્રવૃતિ છે. હરિયાળા ખેતરો, રંગબેરંગી કચ્છની અનુભૂતિ કરાવતા ઘરો અને સરપંચ ઘરો, ગૌશાળા, ધોધની મુલાકાત, ગુફાની ટનલ, વાંસના જંગલ વચ્ચેની નીકળતી કેડી અને મંદિર જેવા અનેક સ્થાનોની મુલાકાત લો. અહીના બંધ રેલ્વે સ્ટેશનના રેલ્વેના પાટા પર ચાલો અને નક્ષત્ર ગાર્ડનમાં તાજા ફૂલોની સુગંધનો આનંદ માણો.
ગામના તળાવમાં તરવાની કે ધુબાકા મારવાની મોજ માણો. રોજ સાંજે ગામડાના મેળાની સાથે સ્ટ્રીટ ફૂડ. અહીં રોજેરોજ લોક કલા, સ્ટેજ પર લોક નૃત્ય, સંગીત અને નૌટંકી (મનોરંજક કલા પ્રદર્શન) સહિત અનેક વિવિધ પ્રદર્શનની રજૂઆતો કરવામાં આવે છે. સ્થાનિક વિક્રેતાની કડક ચા પીવાનું ભુલશો નહીં. હસ્તકલાની વસ્તુઓ ખરીદો – વણકરો પાસેથી વાંસ અને લાકડાના ફર્નિચર અને હસ્તકલાની વસ્તુઓ ખરીદો. આ ગામમાં સુથાર, લુહાર, વાળંદ, દરજી અને માટીકામ કરનાર તેમજ સાયકલ રિપેરિંગ વર્કશોપ પણ છે. પરંપરાગત રમતો જેવી કે, લખોટી, છકડાની સવારી, અવરોધ કોર્સ અને ઝાડના આવરણની આસપાસ સ્વિંગ સર્કલ વગેરે જેવી રમતો રમો.