દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારુ ગોટાળા સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં રાઉજ એવન્યુ કોર્ટે એક લાખ રૂપિયાની જમાનત પર જામીન આપ્યા હતા. ઈડીએ જામીનનો વિરોધ કરવા 48 કલાકનો સમય માગ્યો હતો. જોકે કોર્ટે કહ્યું કે આ દલીલો આવતી કાલે ડ્યુટી જજ સમક્ષ કરી શકાશે. રાઉજ એવન્યુ કોર્ટે કહ્યું કે એક લાખ રૂપિયાના મુચરકા પર કેજરીવાલ શુક્રવારે જેલ બહાર આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દારુ ગોટાળા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલે આરોપી બનાવાયા હતા. ઈડીએ તેમને આરોપી બનાવી ધરપકડ કરી હતી. આ અગાઉ કેજરીવાલને મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન મળ્યા હતા. ચૂંટણી પૂરી થતાં તેમને તિહાર જેલમાં સરેન્ડર કરવાનો આદેશ અપાયો હતો. હવે તેમને રેગ્યુલર જામીન મળ્યા છે.