દિલ્હીના કથિત લિકર સ્કૅમ સાથે સંમકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જ્યુટિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઈડીની કસ્ટડીની મુદત આજે પૂરી થતી હોવાથી આજે કેજરીવાલને વિશેષ ન્યાયાધીશ કૈવેરી બાવેજા સમક્ષ રજદૂ કરાયા હતા.ય ઈડીએ કોર્ટ સમક્ષ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માગણી કરતા કહ્યું કે, મુખ્ય પ્રધાન પૂછપરછ દરમિયાન સહયોગ આપતા નથી.
એન્ફોર્સમેન્ટ ડિરેકર્ટોરેટે કોર્ટમાં જણાવ્યું કે, કેજરીવાલ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા અને લગભગ દરેક સવાલના ઉડાઉ જવાબ આપી રહ્યા છે. એટલું જ નહીં, તેમના ઇલેક્ટ્રોનિક ડિવાઇસના પાસવર્ડ પણ આપ્યા નથી. એટલે એટલે ભવિષ્યમાં અમને કસ્ટડીની જરૂર પડી શકે છે. ત્યાર બાદ કોર્ટે કેજરીવાલને પંદર દિવસ માટે જેયુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન, રાઉસ કોર્ટમાં રજૂ કરતી વખતે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, વડા પ્રધાન જે કંઈ કરી રહ્યા છે એ દેશ માટે સારું નથી. એ સાથે કેજરીવાલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાજીનામુ નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે.
જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન કેજરીવાલને તિહાર જેલમાં રાખવામાં આવશે. તિહાર જેલમાં છેલ્લા બે દિવસથી હાઈલેવલ મીટિંગ થઈ રહી હતી કે જો કેજરીવાલને તિહાર જેલમાં મોકલવામાં આવે તો કઈ બેરેકમાં રાખવા. હવે કેજરીવાલનું નવું સરનામું તિહાર જદેલની બેરેક નંબર 2 રહેશે. જાણવા મળ્યા મુજબ અરવિંદ કેજરીવાલ બેરેકમાં એકલા રહેશે. તિહાર જેલ દ્વારા સુરક્ષાની પૂરતી તૈયારી કરી છે. 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.
કેજરીવાલે ત્રણ પુસ્તકોની માગણી કરી
અરવિંદ કેજરીવાલના વકીલે જરૂરી દવાઓ અને ત્રણ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની માગણી કરી હતી. કેજરીવાલે જે ત્રણ પુસ્તકોની માગણી કરી છે એમાં રામાયણ, મહાભારત અને પત્રકાર નીરજા ચૌધરી લિખિત હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડનો સમાવેશ થાય છે. એ સાથે તેમણે બીમારીને ધ્યાનમાં રાખી ખાસ ડાયટની માગણી પણ કરી હતી.
કોર્ટે જેલમૈં જતા પહેલા અરવિંદ કેજરીવાલને તેમનાં પત્ની સુનીતા, તેમનાં પ્રધાનો આતિશી અને સૌરભ ભારદ્વાજને મળવાની પરવાનગી આપી હતી.
21 માર્ચે થઈ હતી કેજરીવાલની ધરપકડ
કેન્દ્રિય તપાસ એજન્સી ઈડીએ લીકર સ્કૅમ મામલે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. બીજા દિવસે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાતા 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ કોર્ટે કસ્ટડીની મુદત વધારાની ઈડીની માગણી મંજૂર કરી અને કેજરીવાલને પહેલી એપ્રિલ સુધી કસ્ટ઼ીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
અરવિંદ કેજરીવાલની ખરી મુસીબત હવે વધી શકે છે…
દિલીહના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુસીબતો ઘટવાનું નામ લેતી નથી. 15 દિવસ માટે જેલમાં મોકલવામાં આવેલા કેજરીવાલને જામીન મળવાની શક્યતા ઘટી રહી છે. અને તેમના ફરતેનો ગાળિયો પણ મજબૂત થઈ રહ્યો છે.
જેલથી સરકાર ચલાવવી મુશ્કેલ બનશે
જોલનું જીવન સામાન્ય નથી હોતું. અને કદાચ એટલા માટે જ અરવિંદ કેજરીવાલે જામીન મેળવવા શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા. જોકે તેમની પાસે એક વિકલ્પ હતો જનતાની હમદર્દી મેળવવાનો. જો તેમણે જામીન માટે અરજી ન કરી હોત તો લોકોમાં એક સંદેશ જાત કે કેજરીવાલ અન્યાય સામે ઝૂકે એવા નથી. અન્ના હઝારેના આંદેલન સમયે અરવિંદ કેજરીવાલ આવું કરી ચુક્યા હતા. પણ આ વખતે તેમણે આવી હિંમત દાખવી નથી.
હવે આતિશી અને સૌરભ ભારદ્વાજનો વારો?
એવું કહેવાય છે કે ઈડીની પૂછપરછ દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, લિકર સ્કૅમના આરોપી વિજય નાયર આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશીને રિપોર્ટ કરતો હતો. ઈડી જ્યારે આ વાત જણાવી રહી હતી ત્યારે કેજરીવાલે એનું ખંડન સુદ્ધાં કર્યું નહીં અને ચૂપ રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાની ચૂંટણી દરમિયાન આતિશી ગોવાની પ્રભારી પણ રહી હતી. કેજરીવીલની ચૂપકિદીનો મતલબ એ થયો કે તેઓ જાત બચાવવા તેમના વફાદારોને ફસાવી રહ્યા છે.
સીબીઆઈ પણ કેજરીવાલની કસ્ટડી માગી શકે છે
એવું કહેવાય છે કે ઈડીની કસ્ટડી પૂરી થયા બાદ સીબીઆઈ અરવિંદ કેજરીવાલની કસ્ટડી માગી શકે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડનું ગ્રાઉન્ડ પણ સીબીઆઈની તપાસના આધાર પર નક્કી થયું હતું. સીબીઆઈએ સૌથી પહેલા એક્સાઇસ ગોટાળામાં મનીષ સિસોદિયા, દારુ કંપનીઓ અને એમના માલિકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સીબીઆઈ પહેલી કેન્દ્રિય એજન્સી છે જેણે આ કેસ નોંધ્યો હતો, જેની તપાસ આગળ વધી ત્યારે ઈડીએ સીબીઆઈનિ એફઆઈઆરના આધારે કેસ નોંધ્યો. દારુ ગોટાળા ઉપરાંત સીબીઆઈ દિલ્હી જળ બોર્ડની કથિત અનિયમિતતાઓ અંગે પણ તપાસર કરી રહી છે. આ એક માત્ર વિભાગ હતો જે કેજરીવાલે થોડો સમય સંભાળ્યો હતો.
આપ માટે મોટો પડકાર
જો કેજરીવાલ વહેલી તકે જેલની બહાર નહીં આવે તો સૌથી મોટું સંકટ આમ આદમી પાર્ટી પર આવી શકે છે. કેજરીવાલની ગેરહાજરી દરમિયાન આમ આદમી પાર્ટીના એક માત્ર સંસદ સભ્યએ પક્ષ છોડી ભાજપમાં જોડાયા. એટલું જ નહીં, તેમની સાથે એક સીટિંગ એમએલએને પણ ભાજપમાંલઈ ગયા. જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ જોઈ એવું લાગી રહ્યું છે કે પક્ષ પત્તાના મહેલની જેમ પડી શકે છે. અને એનું મુખ્ય કારણ છે અરવિંદ કેજરીવાલે એમના પછીની બીજી સશક્ત લાઇન તૈયાર થવા દીધી નથી. તેમને જેમના પર ભરોસો હતો એ મનીષ સિસોદિયા, સંજય સિંહઅને સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે. અને એમાંથી કોઈ નજદિકના ભવિષ્યમાં બહાર આવે એવી શક્યતા નથી. ઉપરાંત એવું કહેવાઈ રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના ખાસ એવા સંસદ સભ્ય રાઘવ ચઢ્ઢા અને સ્વાતિ માલિવાલ અનુક્રમે લંડન અને અમેરિકામાં છે. તો આજે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ આપના નેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ સુદ્ધાં કરી નહોતી.