• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સિને બસ્ટર મેગેઝિનના રૉની રૉડ્રિક્સની એજ્યુકેશન ફિલ્ડમાં એન્ટ્રી

પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટડનો કર્યો શુભારંભ

by P C KAPADIA
August 22, 2023
in Corporate
0
સિને બસ્ટર મેગેઝિનના રૉની રૉડ્રિક્સની એજ્યુકેશન ફિલ્ડમાં એન્ટ્રી
Share on FacebookShare on Twitter

જાણીતા ઉદયોગપતિ અને સિને બસ્ટર ફિલ્મ મેગેઝિનના માલિક રૉની રૉડ્રિક્સે હવે એજ્યુકેશન ફિલ્ડમાં એન્ટ્રી કરી છે. તેમણે મુંબઈની પંચતારક હોટેલ જે. ડબલ્યુ મેરિયટમાં આયોજિત એક શાનદાર કાર્યક્રમમાં પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને લૉન્ચ કરી હતી. આ અવસરે ખાસ મહેમાન તરીકે બૉલિવુડ-ટેલિવુડના જાણીતા નિર્માતા ધીરજ કુમાર, અભિનેતા દર્શન કુમાર, અભિનેત્રી નાયરા બેનર્જી, સંગીતકાર દિલીપ સેન, પંકજ બેરી, આરતી નાગપાલ ઉપરાંત એજ્યુકેશન ફિલ્ડની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ચીફ એડવાઇઝર ડૉ. રાજા રૉય ચૌધરી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈના સાંતાક્રુઝ ખાતે કંપનીની રજિસ્ટર ઑફિસના ઉદઘાટન બાદ રૉની રૉડ્રિક્સે પંચતારક હોટેલમાં પ્રેસ કૉન્ફરન્સની સાથે કંપનીને ધામધૂમથી લૉન્ચ કરી હતી.

આ પ્રસંગે રૉની રૉડ્રિક્સે જણાવ્યું કે, આજે દેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનો વિકલ્પ પસંદ કરે છે. પરંતુ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલિઓને કારણ વગર વધારાનો બોજો ઉઠાવવો પડે છે. એવું પણ દાખલા જોયા છે જેમાં અનેક કન્સલ્ટન્સી વિદ્યાર્થીઓ અને તેમના વાલિઓ પાસે છેલ્લી ઘડીએ ખોટી રીતે વધુ પૈસા પડાવતા હોય છે. મેં પોતે એક વિદ્યાર્થી સાથે આવું થતું જોયું છે. એની પાસે અમુક રકમની માગણી કરવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ વધારાના 20-25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી અને એના માતા-પિતા લોનના વધારાના બોજ તળે દબાય છે. આવા સંજોગોમાં પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કંપની વાસ્તવિક, પ્રમાણિકતાની સાથે ઇમાનદારીપૂર્વક સેવા પૂરી પાડશે. અને એટલા માટે અમારું સ્લોગન છે, અમે ઇમાનદારીમાં વિશ્વાસ ધરાવીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સર્વિસ દરમિયાન કોઈ છૂપા ખર્ચ નથી. વિદ્યાર્થીઓને અપી સેવા માટે નામમાત્રની ફી એક જ વખત લેવામાં આવશે. આ કંપની દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોઈ પણ કડક નિયમો અને શરતો વગર લોન આપવાની પણ યોજના છે.

વિદશમાં ભણવા માગતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ખાસ વિશેષજ્ઞોની સેવા પણ લેવામાં આવી રહી છે. જેમાં પીજી કેમ્પસના ડીન અને ડિપાર્ટમેન્ટ ઑફ લૉના ડિરેક્ટર, પ્રેસ્ટીજ ઇન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ-ઇન્દોરના રવિ રાજા મુખ્ય છે. જેમની પાસે વરસોનો શૈક્ષણિક ક્ષેત્રનો અનુભવ છે જે વિદ્યાર્થીઓને ઘણો સહાયરૂપ બની શકે છે. ઉપરાંત કંપનીનું કામકાજ સૂચારું રૂપે ચાલે એ માટે અમેરિકા અને સિંગાપુરની કંપનીઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. તો ટૂંક સમયમાં યુકે, કેનેડા અને યુરોપના અન્ય દેશોની કંપનીઓનો પણ સમાવેશ કરાશે. હાલ અમેરિકા ઑફિસ્નું કામકાજ આઇઆઇટી ગ્રેજ્યુએટ ડૉ. કિરણ કદમ સંભાળી રહ્યા છે. તો સિગાપોરની જવાબદારી એજ્યુકેશનલિસ્ટ ધર્મરાજ થંગરાજ હસ્તક છે. જ્યારે રૉની રૉડ્રિક્સ અમેરિકા અને સિંગાપુર સ્થિત પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ એલએલસીના ડિરેક્ટર છે.

પીબીસીની ત્રણ કંપનીઓ પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ એલએલસી (યુએસએ) અને પીબીસી એજ્યુકેશન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (સિંગાપુર)ના ડિરેક્ટર તરીકે કીર્તિકુમાર કદમ મુંબઈ ઑફિસનું કામકાજ સંભાળશે. સુજાના અલફોન્સો માર્કેટિંગ બૉર્ડ સંભાળશે તો દીપેશ સોમૈયા ટ્રાવેલ પાર્ટનર રહેશે અને વિઝા, ટિકિટ અપાવવામાં સહાયરૂપ બનશે.

Tags: Cine BusterEducationForeign EducationPassportRonnie RodriguesStudentsUniverityVisaએજ્યુકેશનપાસપોર્ટયુનિવર્સિટીરૉની રૉડ્રિક્સવિઝાવિદેશ શિક્ષણવિદ્યાર્થીસિને બસ્ટર
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
પહેલીવાર મુંબઈની નવરાત્રિ ગજવશે કચ્છની કોયલ ગીતા રબારી

પહેલીવાર મુંબઈની નવરાત્રિ ગજવશે કચ્છની કોયલ ગીતા રબારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com