દિલ્હી કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ પદત્યાગ કર્યાના થોડા દિવસોમાં જ ભાજપમાં સામેલ થયા છે. કૉંગ્રેસ છોડતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. અરવિંદર સિંહ લવલી કેન્દ્રિય પ્રધાન હરદીપ સિંહ પુરી અને વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં દિલ્હી સ્થિત પક્ષના મુખ્યાલયમાં ભાજપના સભ્ય બન્યા.
અરવિંદર સિંહ લવલીએ 28 એપ્રિલે રાજીનામિ આપ્યું હતું. અરવિંદ સિંહ લવલી અને રાજકુમાર ઉપરાંત નસીબ સિંહ, નીરજ બસોયા અને અમિત મલિક સહિત દિલ્હી કૉંગ્રેસના અન્ય જાણીતા ચહેરાઓ શનિવારે ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં જોડાયા બાદ અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે, અમે ભાજપના બૅનર હેઠળ અને વડા પ્રધાનના નેતૃત્વમાં દિલ્હીની જનતા માટે લડવાનો અવસર આપ્યો છે. એ માટે હું વરિષ્ઠ નેતાગીરીનો આભાર માનું છું. મને પૂરી આશા છે કે દેશમાં પ્રચંડ બહુમતિથી ભાજપની સરકાર બનશે. આવનારા દિવસોમાં દિલ્હીમાં પણ ભાજપનો ધ્વજ લહેરાશે.
દિલ્હી કૉંગ્રેસ પ્રદેશની ઉથલપાથલ આંતરિક કલહથી ઘેરાયેલી છે, કારણ શહેરના નેતા આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન અને હાઇકમાન્ડ દ્વારા બાહરની વ્યક્તિને થોપવાને કારણે નારાજ છે. દિલ્હીના પૂર્વ પ્રધાન અને અખિલ ભારતીય. કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના સભ્ય રાજકુમાર ચૈહાણે ગયા મહિને પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. જ્યારે દિલ્હી કૉંગ્રેસની અનુશાસન સમિતિએ પાર્ટી લાઇન પર તેમની અસહમતિ પર નારાજી દર્શાવી હતી.
ગયા મહિને દિલ્હી પ્રદેશ પ્રમુખ પદ પરથી અરવિંદ સિંહ લવલીએ આપેલું રાજીનામુ પક્ષ માચે મોટા આંચકા સમાન હતું. તેમની સાથે અનેક જાણીતા નામ જેમ કે પૂર્વ વિધાનસભ્ય નસીબ સિંહ અને નીરજ બસોયા પણ જોડાયા છે.