અત્યાર સુધીમાં ક્યારેય જોયો નહીં હોય એવા ચોરને મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, દિલ્હી, કર્ણાટકમાં અનેક ચોરીઓ કરનાર આ ચોરને દેશના અડધો ડઝન કરતા વધુ રાજ્યોની પોલીસ શોધી રહી હતી. આખરે આ સેન્ચુરિયન ચોરની કલ્યાણના કોલસેવાડી પોલીસે ધરપકડ કરી છે. દેશભરમાં સોથી વધુ ચોરી કરવાનારા ચોરે એના ગામમાં ભવ્ય બંગલો બાંધ્યો હતો. એની મિલકતનો આંકડો સાંભળી પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી.
ગામમાં પોતાનો રૂઆબ દાખવવા મોટો બંગલો બાંધવા દેશભરમાં સોથી વધુ ચોરી કરનારા રીઢા ચોરની કલ્યાણના કોલસેવાડી પોલીસે ઝડપી લીધો હતો. રામવિલાસ ગુપ્તાનામનો ચોર થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. રામવિલાસની શોધમાં છ રાજ્યોની પોલીસ હતી. જોકે રામવિલાસ કલ્યાણ પાસે એક ઢાબા પર બેઠો હોવાની જાણકારી મળતા જ કોલસેવાડી પોલીસે માત્ર બાર મિનિટમાં એ ધાબા પર પહોંચી ગઈ અને છટકું ગોઠવી ઝડપી લીધો હતો. પોલીસે રામવિલાસ ગુપ્તાની કડકાઈપૂર્વક પૂછપરછ કરતા જણાવ્યું કે ચોરીના પૈસામાંથી એણે ઉત્તર પ્રદેશમાં એક મોટો બંગલો બાંધ્યો છે. કલ્યાણ પોલીસે પૂછપરછ પૂરી કર્યા બાદ એનો કબજો ગુજરાત પોલીસને સોંપ્યો છે.
હકીકતમાં 10 એપ્રિલના ગુજરાત પોલીસ રામવિલાસ ગુપ્તાને થાણે ખાતે તપાસ માટે લઈ જતી હતી ત્યારે પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. એક રીઢો ચોર પોલીસના હાથમાંથી છટકી ગયો હોવાથી પોલીસની અનેક ટુકડી એની શોધ ચલાવી રહી હતી.
કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અશોક કદમને રામવિલાસ એ વિસ્તારના ઢાબા પર હોવાની જાણકારી મળી હતી. મળેલી ટિપના આધારે પોલીસની ટુકડી કલ્યાણ પાસેનામ્હારળ વિસ્તારના એક ઢાબા પર પહોંચી. ત્યાં રામવિલાસ કોઈની રાહ જોતો બેઠો હતો. રામવિલાસ ત્યાંથી છટકી ન જાય એ માટે ચારે બાજુથી ઘેરી લીધો. એ સાથે ચારે બાજુથી ધસી આવેલા પોલીસોએ એને ઝડપી લીધો. એને ફરી ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસને મળેલી જાણકારી મુજબ રામવિલાસે એની ગામમાં મોટો બંગલો બાંધવા ઉપરાંત એની પાસે ઢગલાબંધ ટુવ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે.